GSTV
Gujarat Government Advertisement

વાહ ! હવે એરપોર્ટ પર નહિ રહે લગેજની ચિંતા : શરૂ થઈ આ નવી સર્વિસ, માણો મુસાફરીનો આનંદ

Last Updated on April 3, 2021 by

ઓફિસના કામસર હવાઈ મુસાફરી કરનારા લોકો સાથે ઘણી વખત એવું બને છે કે, તેમને એરપોર્ટથી સીધા જ મીટિંગ માટે જવું પડતું હોય છે. તેવા સમયે સાથે જે સામાન હોય તે નડતરરૂપ લાગવા લાગે છે. પરંતુ હવે એરલાઈન્સ દ્વારા આ સમસ્યાનો ઉકેલ શોધી લેવામાં આવ્યો છે. જાણો શું છે આ સર્વિસ-

ડોર-ટુ-ડોર બેગેજ ટ્રાન્સફર

એક ખાનગી એરલાઈન્સ કંપનીએ કાર્ટરપોર્ટર નામની એક કંપની સાથે ભાગીદારી કરી છે. આ કંપની એરલાઈન્સ દ્વારા મુસાફરી કરનારા ગ્રાહકોને ડોર-ટુ-ડોર બેગેજ ટ્રાન્સફરની સુવિધા આપશે. કંપનીએ ગુરૂવારથી દિલ્હી અને હૈદરાબાદમાં આ સેવા ચાલુ કરી દીધી છે અને ટૂંક સમયમાં જ મુંબઈ અને બેંગલુરૂમાં પણ તે શરૂ કરવામાં આવશે.

શું છે આ સેવા

ઘરેથી એક્સ્ટ્રા બેગેજ લઈને મુસાફરી કરવા ઈચ્છતા કે પછી જેમને એરપોર્ટથી સીધા મીટિંગમાં જવાનું હોય તેમના માટે આ સુવિધા ખૂબ રાહતજનક બની રહેશે. તેમાં મુસાફરોનો સામાન તેમના ઘરેથી જ પિક થઈ જશે જેથી એરપોર્ટ પર ચેક-ઈન કાઉન્ટર અને સુરક્ષા તપાસમાં ઓછો સમય લાગશે. એટલું જ નહીં, મુસાફરો એરપોર્ટથી સીધા પોતાના કામસર જવા ઈચ્છતા હશે તો લગેજ તેઓ ઈચ્છશે તે ડેસ્ટિનેશન પર પહોંચાડી દેવામાં આવશે. આ કારણે મુસાફરોને બેગેજ ડિલિવરી કાઉન્ટર પર પણ રાહ નહીં જોવી પડે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો