GSTV
Gujarat Government Advertisement

સાવધાન/ Google પર ભૂલથી પણ Search ન કરો આ 5 વસ્તુ, થઇ જશે એકાઉન્ટ ખાલી! ચેક કરી લો લિસ્ટ

Google

Last Updated on March 23, 2021 by

આજે ગુગલ આપણા જીવનનો એક ભાગ બની ગયું છે. અમે દરેક જાણકારી માટે ગુગલના સર્ચ એન્જીન પર નિર્ભર થઇ ગયા છે. કઈ પણ જાણવું હોય તો મગજમાં પહેલા ગુગલ આવે છે. પરંતુ ઘણી વાર Google Search દ્વારા કંઈક એવું સર્ચ કરીએ છે કે જેનાથી આપણે નુકશાન ભોગવવું પડે છે. જો આજે અમે તમને કેટલીક વસ્તુઓ જણાવી શું જેને ભૂલથી પણ Google પર Search ન કરવું જોઈએ. નહિ તો મુશ્કેલમાં મુકાઈ જશો.

કસ્ટમર કેર નંબર

https://www.youtube.com/watch?v=

Google Searchમાં જઈ કોઈ પણ કસ્ટમર કેર નંબર સર્ચ કરવો નહિ. વધુ લોકો કોઈ પણ સર્વિસ માટે કસ્ટમર કેર નંબર ગુગલ પર શોધે છે. સાઇબર આરોપી લોકોની આ જ આદતનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે અને નકલી કંપની બનાવી ખોટો કસ્ટમર કેર નંબરનો ઉપયોગ કરી તમારી પ્રાઇવેટ માહિતી જાણી લે છે. અને તમારા બેન્ક એકાઉન્ટની જાણકારી મેળવી લે છે.

બેન્ક વેબસાઇટ્સ

google

આજકાલ ઓનલાઇન બેન્કિંગનું ચલન છે અને એના માટે લોકો ગુગલનો સહારો લે છે. તમે Google Searchમાં જઈ બેન્ક વેબસાઈટ સર્ચ કરો છો તો સાવધાની રાખો . એવું કરવું ખતરાથી ખાલી નથી. સાઇબર ક્રિમિનલ બેન્કની ડુપ્લીકેટ વેબસાઈટ બનાવે છે અને બેંકની ઓફિશિયલ વેબસાઈટ સાથે મળતું URL પણ રાખે છે. એવામાં યુઝર્સ કન્ફ્યુઝ થઇ જાય છે અને એમના સકંજામાં આવી જાય છે અને પોતાનું નુકસાન કરાવી લે છે. ઓનલાઇન બેન્કિંગની સુવિધા લેવા માટે બેન્કની વેબસાઈટનો URL ટાઈપ કરીને જાઓ.

એપ્સ, ફાઈલ અને સોફ્ટવેર

જો તમને ફોનમાં કોઈ એપ્લિકેશન અથવા સોફ્ટવેરની જોઈએ છે તો તેને હંમેશાં પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. જોવા મળ્યું છે કે ઘણા લોકો ગૂગલ પરથી એપ્સ ડાઉનલોડ કરે છે જે પ્લે સ્ટોર પર મળતી નથી. આપણે ઘણીવાર કોઈપણ ફાઇલ અને સોફ્ટવેર અથવા એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરીએ છીએ. આવું કરવું ખૂબ જોખમી બની શકે છે. કોઈપણ ખોટી લિંક ઓપન કરવાથી આપણા કમ્પ્યુટર અથવા લેપટોપમાં ખતરનાક વાયરસ અથવા માલવેર આવી શકે છે. આ વાયરસ આપણી વ્યક્તિગત માહિતી મેળવવા સિવાય પીસી ફાઇલોને અસર કરી શકે છે.

રોકાણ અને પૈસા કમાવવાની રીતો

દરેક વ્યક્તિ સારી જીવનશૈલી માટે પૈસા કમાવવા માંગે છે. ઘણા લોકો એના માટે ગૂગલ પર સર્ચ કરે છે. ગુગલ સર્ચ પર જઈ ક્યારે પણ તમે રોકાણ અને પૈસા કમાવવાના માર્ગો વિશે સર્ચ ન કરો. હેકર્સ પહેલા પૈસા કમાવવા માંગતા લોકોને નિશાન બનાવે છે. આ માટે, તેઓ તમને બનાવટી કંપની અને વેબસાઇટ બનાવીને ફસાવી શકે છે.

ગુગલ પર મેડિકલ સલાહથી બચો

Corona

કેટલાક લોકો તેમની બીમારી અને દવાઓની સારવાર માટે ગૂગલ પર સર્ચ કરે છે. તે જરૂરી નથી કે ગૂગલ પર આપેલ સારવાર અને દવાઓ તમારા માટે યોગ્ય કાર્ય કરે. ગૂગલ સર્ચમાં ક્યારેય કોઈ રોગની સારવાર અને દવાઓ સર્ચ કરવું નહિ. આ કરવાથી, ત્યાં ખોટી દવા વિશે માહિતી મળી શકે છે અને તેનું સેવન કરી શકો છો, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો