Last Updated on April 1, 2021 by
કહેવામાં આવે છે કે સવારનો નાસ્તો એક રાજાની જેમ કરવો જોઈએ, બપોરનું ખાવાનું રાજકુમારની જેમ અને રાત્રીનું ભોજન ભિખારીની જેમ જમવું જોઈએ. એટલે જો સ્વસ્થ રહેવું છે તો સવારનો નાસ્તો ફૂલ પેટ હોવો જોઈએ કારણ કે એ દિવસભર કામ કરવામાં ઉર્જા આપે છે. બપોરનું ભોજન એનાથી થોડું હલકું અને રાત્રીનું ભોજન એકદમ હલકું હોવું જોઈએ.
આજ કારણ છે કે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ નાસ્તામાં વધુમાં વધુ પૌષ્ટિક વસ્તુને સામેલ કરવાની સલાહ આપે છે. જેથી રિચ ડાઈટ લેવાથી શરીરમાં એનર્જી બની રહે. પરંતુ શું તેમે જાણો છો કે કેટલીક એવી વસ્તુ પણ છે જે પોષ્ટીક હોવા છતાં સવારે ખાલી પેટ લેવી ન જોઈએ. જાણીએ એ વસ્તુ અંગે.
સુપરફુડ કેળા
સૌથી પહેલા વાત કરીએ કેળાની કારણ કે તેને સુપરફુડ માનવામાં આવે છે. કેળામાં ભરપૂર આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, થાઈમિન, રિબોફ્લેવિન, નિયાસિન, ફોલિક એસિડ, વિટામિન એ, બી અને બી6જેવા તમામ પોશાક તત્વ હોય છે. એક્સપર્ટ રોજ ઓછામાં ઓછું એક કેળું ખાવાની સલાહ આપે છે. પરંતુ સવારે ખાલી પેટ કેળું ખાવું સ્વાથ્ય માટે સારું માનવામાં નહિ આવે. ખાલી પેટ કેળું ખાવાથી એસીડીટીની સમસ્યા વધી જાય છે. એ ઉપરાંત માઈગ્રેનના દર્દીઓ માટે ખાલી પેટ કેળું ખાવું ખુબ નુકસાનકારક છે. એ પણ કહેવામાં આવે છે કે જો કેળાને ખોટા સમય પર ખાવામાં આવે તો એ તમારા બ્લડમાં મિનરલ્સને ડિસબેલેન્સ કરી શકે છે.’
ખાટા ફળ
શરીરમાં વિટામિન સીની કમીને દૂર કરવા માટે ખાટા ફળ જેવા કે સંતરા, લીંબુ, દ્રાક્ષ, કીવી જેવા ફળોને ખાવાની સલાહ આપે છે. પરંતુ એમને ખાલી પેટ ખાવાથી ગેસ્ટ્રિક સમસ્યા અને હાર્ટબર્નની પરેશાની થઇ શકે છે.
ઓઈલી અને મસાલેદાર ખાવાનું
વધુ ઉત્તર ભારતમાં તીખું અને મસાલેદાર ખાવાનું ચલણ છે. સવારે સવારે ત્યાંના લોકો પરાઠા, પૂડી એને તીખા શાખને નાસ્તાના રૂપમાં ભરપેટ ખાય છે. પરંતુ એવું કરવું ન જોઈએ. રોજ સવારે આટલું ભારે ભોજન તમારી ડાયજેસ્ટ સિસ્ટમ બગાડી શકે છે. પછી પેટમાં સમસ્યા થવા લાગે છે.
સલાડ
વધુ હેલ્થ એક્સપર્ટ બધાને રોજ એક પ્લેટ સલાડ ખાવાની સલાહ આપે છે. સલાડ દ્વારા શરીરને પૌષ્ટિક આહાર મળે છે. પરંતુ સલાડને પણ ક્યારે પણ ખાલી પેટ ન ખાવું જોઈએ. ખાલી પેટ સલાડ પેટમાં ગેસ, એસીડીટી અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. એના કારણે હાર્ટબર્નની પરેશાની પણ થઇ શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31