Last Updated on March 31, 2021 by
કોરોનાવાયરસના વધતા સંક્રમણને કારણે, મહારાષ્ટ્રમાં ખૂબ કડક વલણ અપનાવાઈ રહ્યુ છે. બીજી તરફ, ત્યાં હાજર લોકો દ્વારા કરવામાં આવેલી નાની ભૂલ પર પણ, પોલીસ તેમને તાત્કાલિક સજા કરવામાં પાછળ રહેતા નથી. તેનું ઉદાહરણ મુંબઈમાં એક વીડિયો દ્વારા જોઇ શકાય છે. મરીન ડ્રાઈવની નજીકના કેટલાક લોકોને સમુદ્રમાં જવાના કથિત પ્રયાસ બદલ મુંબઈ પોલીસે સજા ફટકારી હતી. સજા એવી હતી કે ઉલ્લંઘન કરનારાઓને મરધાની જેમ બેસવાનું કહેવામાં આવ્યું. આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 4-5 લોકો મરીન ડ્રાઇવની બાજુમાં પોલીસે આપેલી સજા ભોગવી રહ્યા છે.
latest punishment for not wearing a mask….Marine Drive, Mumbai pic.twitter.com/z9XlIjONCh
— Kungfu Pande 2.0 (@pb3060) March 30, 2021
નિયમોને તોડવા ભારે પડ્યા
દક્ષિણ મુંબઇમાં મરીન ડ્રાઇવ પર દરિયા કિનારે જવા કરાયેલો કથિત પ્રયાસ ભારે પડ્યો. પોલીસે ખુલ્લેઆમ આ લોકોને મરધાની જેમ બેસાડી તે જ સ્થિતીમાં તેઓને ચલાવ્યા. જીવ જોખમમાં મૂકવા બદલ તેને સજા કરવામાં આવી હતી. પોલીસે તેમને રસ્તા પર મરધાની જેમ બેસાડી તે જ સ્થિતીમાં તેઓને ચલાવ્યા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બપોરે બની હતી જ્યાં લોકોના ગ્રુપે સમુદ્રમાં જવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું કે ત્યાં પેટ્રોલીંગ કરી રહેલા પોલીસકર્મીઓની ટીમે આ લોકોને મૂર્ગા બનાવીને ચલાવા કહ્યું. ચાલવાનું કહ્યું હતું. સલામતી અંગેની ચેતવણી આપ્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્યા હતા.
સોશ્યલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
આ ઘટનાનો એક વીડિયો સોસ્લ મીડિયામાં વાયરલ થયો. પરંતુ તેમાં કહેવામાં આવ્યુ કે, આ લોકોએ માસ્ક ન પહેર્યુ હોવાથી તેને સજા આપવામાં આવી. ટ્વિટર પર વીડિયોના સંબંધમાં જવાબ આપતા મુંબઈ પોલિસે કહ્યુ કે, પ્રત્યેક ઉલ્લંઘન પર કાર્યવાહિ કરવાની કાયદામાં જોગવાઈ છે. અને માત્ર તે દંડાત્મક કાર્યવાહી કરાઈ શકે છે.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31