Last Updated on March 30, 2021 by
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મહિનાઓમાં પોતાને સોશયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લોન્ચ કરી શકે છે. ટ્રમ્પના નજીકના લોકોએ જણાવ્યું છે કે, સોશયલ મીડિયા પ્લેટફોર્મને એ માટે બનાવવામાં આવી રહ્યું જેનાથી ટ્રમ્પ અમેરિકાના લોકોની સાથે પોતાનો સંદેશ શેર કરી શકે. તમને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પને કેપિટલ હિલમાં હિંસા ફેલાવવાના આરોપમાં ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ અને અન્ય સોશયલ મીડિયા સાઈટ્સ ઉપરથી થોડા મહિના પહેલા બેન લગાવી દેવામાં આવી હતી.
એક ચેનલ ઉપર કોરી લેવાંડોવ્સ્કીએ જણાવ્યું હતું કે, અમે એક એવું પ્લેટફોર્મ લાવવા જઈ રહ્યાં છીએ જેના ઉપર રાષ્ટ્રપતિના સંદેશાઓને અમેરિકાના લોકોની સાથે શેર કરી શકાય. તેની સાથે જ તેમાં અન્ય લોકોને પણ પોતાના વિચારો રાખવાનો મોકો મળશે. અને તે ડર્યા વગર જ ફોર્મેટમાં સંવાદ કરી શકશે.
માર્ચની શરૂઆતમાં ટ્રમ્પના ફોર્મર એડવાઈઝર જૈસન મિલરે આ વાતની પુષ્ટી કરી હતી કે, ટ્રમ્પ બેથી ત્રણ મહિના બાદ સોશયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પરત ફરશે. મિલરે જણાવ્યું હતું કે, તે સમગ્ર રીતે ગેમ બદલવા જઈ રહ્યાં છે અને દરેક લોકો તે જોવા માટે રાહ જોઈ રહ્યાં છે પ્રેસિડન્ટ ટ્રમ્પ શું કરવાના છે. તે તેમનું પોતાનું પ્લેટફોર્મ હશે.
જણવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ સતત પોતાના ટ્વિટ્સના કારણે સમાચારોમાં રહ્યાં છે. તેના ટ્વિટ્સને ટ્વિટર ઉપર બેન કરવામાં આવ્યાં છે. તે સિવાય તેના ઉપર ટ્વિટર ઉપર બનાવટી એકાઉન્ટના માધ્યમથી ખોટા સમાચારો શેર કરવાનો પણ આરોપ લાગ્યો છે. જો કે, અત્યારે 88 મિલિયન ફોલોઅર્સ ધરાવતા ટ્રમ્પના એકાઉન્ટને અનિશ્ચિતકાળ સુધી બેન કરી દેવામાં આવ્યું છે.
આ એપ ઉપર એક્ટિવ હતા ટ્રમ્પ
ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હંમેશા માટે બેન થયા બાદ લગભગ એક મહિના પહેલા સમાચાર સામે આવ્યાં હતાં કે, ડોનાલ્ડ ટ્રમ્પ આ દિવસોમાં સોશયલ મીડિયા સાઈટ Gab (ગૈબ) ઉપર એક્ટિવ છે. તે ગૈબ ઉપર એકાઉન્ટ બનાવીને તેના ઉપર પોસ્ટ શેર કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, પ્લેટફોર્મસ ઉપર બેન કર્યાં સિવાય ગૂગલે તેના કેમ્પેન એપને પણ પ્લેસ્ટોરમાંથી હટાવી દીધી છે. થોડા દિવસ પહેલા એન્ડ્રોયડ પોલીસે આ અંગેની જાણકારી આપી હતી. સમાચારો પ્રમાણે 2020માં ચૂંટણી બાદથી એપના એન્ડ્રોઈટ અને iOS બંને વર્જનો ઓનલાઈન એક્ટિવ નથી.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31