GSTV
Gujarat Government Advertisement

નવી શરૂઆત: બંગાળમાં ભાજપે એક નોકરાણીને આપી ટિકિટ, પ્રચાર માટે માલિક પાસેથી લીધી દોઢ મહિનાની રજા

Last Updated on March 23, 2021 by

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં એક ઉમેદવારની ચર્ચા ચારેબાજૂ થઈ રહી છે. આ ઉમેદવારમાં બીજાના ઘરમાં કચરા-પોતા અને વાસણ ધોવાનું કામ કરે છે. ભાજપે કલિતા માઝીને આઉસ ગ્રામ વિધાનસભા સીટ પર ટિકિટ આપી છે. ત્યારે હવે માઝીએ પોતાના માલિક પાસેથી દોઢ મહિનાનો પ્રચાર માટે રજા લીધી છે.

આપને જણાવી દઈએ કે, માઝી ગુસકડા શહેરમાં ત્રણ ઘરોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. ચૂંટણી સમિતિ ભાજપનું માનવું છે કે, માઝીનું સામાજીક જીવન એ જ અમારા માટે સૌથી મોટી મૂડી છે. ભલે આ મહિલા આર્થિક રીતે નબળી હોય, પણ તેમના ખૂબ જોશ છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે, વડાપ્રધાન મોદી ખુદ આ મહિલા માટે પ્રચાર કરે. જો કે, આ સીટ પર બરાબરની ટક્કર થવાની છે.

નોકરાણી લડી રહી છે ભાજપની ટિકિટ પર ચૂંટણી

આપને જણાવી દઈએ કે, માઝી ગરીબીના કારણે અભ્યાસ કરી શકી નહીં. પ્રાથમિક ધોરણ પુરૂ કર્યા બાદ આગળનો અભ્યાસ કરી શકી નહીં. લગ્ન પણ એક ગરીબ કુટુંબમાં જ થયાં. જે કમાણી થતી હતી, તેમાં સારી રીતે ઘર પણ ચલાવી શકતા નહોતા. એટલા માટે 32 વર્ષિય કલિતા માઝીને વધારે પૈસા માટે લોકોના ઘરોમાં વાસણ-કચરા પોતા કરવા જાય છે.

આવા દૈનિક સંઘર્ષ છતાં કલિતાએ ક્યારેય હાર નથી માની. આજ કારણ છે કે, પૂર્વી બર્દવાનના આઉસ ગ્રામની એક સાધારણ ગરીબ ઘરની ગૃહિણી કલિતા માઝીને ભાજપે ટિકિટ આપી છે. પરિવારના ભરણપોષણની લડાઈ લડતા લડતા કલિતા હવે આ વિસ્તારની જનતાના દુ:ખ દર્દ અને સમસ્યાનું સમાધાન કરવા માટે આગળ આવી છે.

માલિક પાસે દોઢ મહિનાની રજા લીધી

ગત ગુરૂવારે કલિતા માઝીએ આઉસ ગ્રામ વિધાનસભા સીટના ઉમેદવાર બન્યા છે. ગુરૂવારે નામની જાહેરાત થતાં તેમણે પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગુસકડા વિસ્તારના વોર્ડ નંબર 3માં રહેતી કલિતા નોકરાણીનું કામ કરે છે. જો કે, જ્યારે તેના નામની જાહેરાત થઈ કે, તેણે જ્યાં જ્યાં પણ કામ કરે છે, ત્યાંથી દોઢ મહિનાની રજા લઈ લીધી છે. કારણ કે, તે હવે ચૂંટણી કાર્યક્રમોમાં વ્યસ્ત થઈ જશે.

પોતાના વિશે શું કહ્યું કલિતાએ…

કલિતા જણાવે છે કે, મારા પિતા એક મજૂર હતા. હું પૈસાની કમીના કારણે આગળ અભ્યાસ કરી શકી નહીં. આ અફસોસ જીવનભર રહેશે. જો કે, હું ચૂંટણી જીતીશ તો, પુરી કોશિશ કરીશ કે, આ વિસ્તારના ગરીબ બાળકોનું યોગ્ય શિક્ષણ મળી રહે. કારણ કે, હું ગરીબીનું દુ:ખ બરાબર સમજૂ છું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો