GSTV
Gujarat Government Advertisement

Holi 2021: હોલિકા દહનની અગ્નિમાં પધરાવી દો આ એક વસ્તુ, લગ્ન જીવનની સમસ્યાથી લઇને પૈસાની તંગી થઇ જશે દૂર

હોલિકા

Last Updated on March 26, 2021 by

હોળી રંગોનો તહેવાર છે. દેશભરમાં આ તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 28 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે અને 29 માર્ચે હોળી ઉજવવામાં આવશે. હિંદુ પંચાગમાં હોળીનો તહેવાર ફાગણ માસની પૂનમે ઉજવવામાં આવે છે. તેની પહેલા હોલિકા દહન થાય છે જેમાં લાકડાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર હોલિકા દહનના સમયે કેટલીક વસ્તુઓ નાંખવાનું વિશેષ મહત્વ હોય છે. જેનાથી ઘરના સંકટ દૂર થઇ જાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

જો તમે ઘરમાં પૈસાની સમસ્યા તો હોલિકા દહનના અગ્નિમાં ચણા, વટાણા, ઘઉં અને અળસી નાંખો. આ ઉપરાંત પીપળાના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવીને સાત વાર પરિક્રમા કરો.

હોલિકા

દાંપત્ય જીવન થશે ખુશહાલ

જો કોઇ કન્યાના વિવાહમાં મુશ્કેલી આવતી હોય અથવા કોઇ વ્યક્તિના લગ્નજીવનમાં સમસ્યા આવી રહી હોય તો ચપટીભરીને સિંદૂર હોલિકાની અગ્નિમાં નાંખી દો. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારે છે.

ગ્રહ ક્લેશને દૂર કરો

હોલિકા દહનના આગલા દિવસે આખા ઘરમાં ભસ્મ છાંટી દો અને પરિવારના સભ્યોને ભસ્મનું તિલક લગાવી દો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહેશે. સાથે જ ઘરમાં લક્ષ્મી આવશે.

હોલિકા

પૌરાણિક કથા

પૌરાણિક કથા અનુસાર, હિરણ્યકશ્યપથી પ્રહલાદને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લીધો હતો અને તેની હત્યા કરી હતી. ભગવાન વિષ્ણુના ક્રોધને શાંત કરવા માટે પ્રહલાદે સરસિયાના તેલનો દીવો પ્રગટાવ્યો હતો. જ્યોતિષ અનુસાર, હોલિકા દહનની રાતે સરસિયાના તેલનો દીવો પ્રગટાવવાથી ઘરમાં ઉન્નતિ થાય છે. તેથી ભગવાન નરસિંહ પ્રસન્ન થાય છે.  

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો