Last Updated on February 28, 2021 by
કૃષિ નિર્યાત અને ખેડૂતોની આવક વૃદ્ધિની દિશાઆ સરકારે મોટું પગલું ભર્યું છે. સં રકારે એક જિલ્લા, એક ઉત્પાદન હેઠળ 728 જિલ્લાની પસંદગી કરી છે. એ અંતર્ગત પ્રત્યેક જિલ્લાના સબંધિત ઉત્પાદકને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકારે 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ‘વન ડીરેક્સન, વન ફોકસ્ડ પ્રોડક્ટ(ODOFP)ની પહેલને આ દિશામાં ઘણું મહત્વનું માનવામાં આવે છે. દર જિલ્લામાં ઘણા ચિહ્નિત ઉત્પાદનને પ્રોત્સાહન આપવાથી એની ગુણવત્તા સુધારમાં પણ મદદ મળશે, સાથે જ એનું મૂલ્ય પણ વધશે. આ રીતે ચિહ્નિત ઉત્પાદનો માટે અન્ય દેશોમાં બજારની તપાસ કરવી સંભવ હશે અને ખેડૂતોને લાભ મળશે.
અલગ અલગ પાક માટે જિલ્લાની પસંદગી
કૃષિ મંત્રાલયે ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય સાથે વિમર્શ પછી એક જિલ્લો, એક ઉત્પાદનની પહેલ હેઠળ ઉત્પાદકોને ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ(ICAR)ના પણ સુજાવ લેવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ‘દેશભરમાં 728 જિલ્લામાં કૃષિ, બાગવાની, પશુ, પોલ્ટ્રી, દુગ્ધ, મત્સ્ય પાલન તેમજ એક્વાકલચર તેમજ મેરિન સેક્ટરથી ઉત્પાદકોની પસંદગી કરવામાં આવી છે.’ કૃષિ મંત્રાલયે જણાવ્યું કે, આ ઉત્પાદનોમાં કેન્દ્ર સરકારની યોજનાઓના માધ્યમથી ક્લસ્ટર અપ્રોચ હેઠળ પ્રોત્સાહન આપવામાં આવશે.
ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે
આ ઉત્પાદનોની કિંમત વધવી અને ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે. ચિહ્નિત કરવામાં આવેલ ઉત્પાદોને ખાદ્ય પ્રસંસ્કરણની પીએફ-એફએમઈ સ્કીમ હેઠળ સમર્થન મળશે, જે અંતર્ગત પ્રમોટર્સ અને નાના ઉદ્યમોને ઈંસેંટીવ આપવામાં આવે છે. એ હેઠળ અલગ-અલગ વિભાગ પોતાના સ્તર પર એને સમર્થન આપશે. કૃષિ મંત્રાલય રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન જેવી કેન્દ્રિય યોજનાઓ દ્વારા એક જિલ્લા, એક ઉત્પાદને પ્રોત્સાહન આપશે. આ પહેલા લાગુ થવાથી કૃષિ ઉત્પાદોનું વેલ્યુ એડિશનનો રસ્તો ખુલશે અને કૃષિ નિર્યાત વધશે.
કેટલા જિલ્લામાં કયું ઉત્પાદ
ફળો માટે 226 જિલ્લા, શાકભાજી માટે 107, મસાલા માટે 105, તિલહન માટે 41, ધાન માટે 40, દાળો માટે 25, વાળિજ્યિક પાક માટે 22 અને ઘઉં માટે પાંચ જિલ્લા પસંદ કરવામાં આવ્યા છે. બાગવાની, મત્સ્ય પાલન તેમજ કુલ અન્ય શ્રેણીના ઉત્પાદોનો પણ પસંદગી કરવામાં આવી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31