Last Updated on February 24, 2021 by
ખેડૂત આંદોલનને લઈને ટૂલકિટ બનાવવાના આરોપનો સામનો કરી રહેલી એક્ટિવિસ્ટ દિશા રવિને દિલ્હીની કોર્ટે મંગળવારે જામીન તો આપ્યા જ હતા, પણ સાથે સાથે કોર્ટે દિલ્હી પોલીસની આકરી ઝાટકણી પણ કાઢી હતી.
દિશા રવિને જામીન આપવાનો વિરોધ કરતી વખતે દિલ્હી પોલીસે કહ્યુ હતુ કે, આ ટૂલકિટ કેસ નથી, પણ તેના થકી દેશને બદનામ કરવાનો અને દેશમાં અશાંતિ પેદા કરવાનો ઈરાદો હતો. દિશાએ વોટસએપ પરની પોતાની ચેટ ડિલિટ કરી નાખી હતી .કારણ કે તે કાનૂની કાર્યવાહીથી બચવા માંગતી હતી. આમ ટૂલકિટ પાછળનો ઈરાદો સારો નહોતો.
જો કે, પોલીસની તમામ દલીલો કોર્ટે ફગાવી દીધી હતી અને કોર્ટે કહ્યુ હતું કે, પોલીસે જે પણ રેકોર્ડ રજૂ કર્યો છે તેમાં એવુ કશું નથી કે જેનાથી દિશા રવિ ભાગલાવાદી વિચારો રજૂ કરી હોય તેવુ લાગે. દિશા રવિનો પ્રતિબંધિત સંગઠન સિખ ફોર જસ્ટિસ સાથે કોઈ સબંધ હોય તેવુ પણ સાબિત થયુ નથી. જેનાથી નુકસાન ન થતું હોય તેવી ટુલકિટના એડિટર હોવુ ગુનો નથી.
સાથે સાથે કોર્ટે કહ્યુ હતુ કે, સરકારના ઘવાયેલા અભિમાન પર માત્ર મલમ લગાવવાના ઈરાદાથી દેશદ્રોહનો કેસ થોપી શકાય નહીં. લોકશાહી સિસ્ટમમાં નાગરિકો સરકારને રસ્તો બતાવી શકે છે. સરકારની નીતિઓ સાથે અસંમત હોવાના કારણે નાગરિકોને જેલમાં પૂરી શકાય નહી. વિચારોમાં મતભેદ અને અસહમતિથી સરકારની નીતિઓમાં પારદર્શિતા આવતી હોય છે. જાગૃતિ નાગરિકો એક સમૃધ્ધ લોકશાહીની ઓળખ છે.
કોર્ટની આ ટિપ્પણીઓ દિલ્હી પોલીસને ઝાટકો આપનારી છે. કારણ કે હવે આ ટિપ્પણીઓ બાદ દિલ્હી પોલીસ પર નૈતિક દબાવ વધી ગયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31