GSTV
Gujarat Government Advertisement

Dish TV ગ્રાહકો માટે ખુશખબર! 6 મહિના સુધી FREEમાં ઉઠાવો આ નવી APPનો ફાયદો

dish

Last Updated on February 24, 2021 by

જો તમારી પાસે Dish TVની ડાયરેક્ટ ટુ હોમ સર્વિસ (Direct to Home Service) છે તો પછી આ ખબર તમારા માટે છે. કંપની પોતાના ગ્રાહકો માટે એક શાનદાર ઑફર લઇને આવી છે. જાણો શું મળી રહ્યો છે ફાયદો….

WATCHOનું ફ્રી સબ્સ્ક્રિપ્શન

 Dish TV પોતાના ગ્રાહકોને WATCHO એપનું સબ્સક્રિપ્શન ફ્રી આપી રહ્યું છે. આ એપની ખાત વાત એ છે કે તમે આ OTT પ્લેટફોર્મમાં અનેક પ્રકારની વેબ સીરીઝ અને ઓરિજિનલ્સની મજા માણી શકો છો.

6 મહિના સુધી ફ્રી સર્વિસ

Dish TV ની ઑફિશિયલ વેબસાઇટ અનુસાર વર્તમાન ગ્રાહક 6 મહિના સુધી અનલિમિટેડ WATCHOની મજા માણી શકે છે. તેના માટે યુઝર્સ પાસેથી ચાર્જ વસૂલવામાં નહીં આવે.

શું છે આ એપના સબ્સક્રીપ્શનની ફીસ

જાણકારી અનુસાર તમે 49 રૂપિયામાં એક મહિના સુધી WATCHO એપની મજા માણી શકો છો.  આ ઉપરાંત 599 રૂપિયા ચુકવીને આખુ વર્ષ આ એપ યુઝ કરી શકો છો.

આ ઓરિજિનલ્સ છે ખૂબ જ ફેમસ

WATCHO એપમાં એવા ઘણાં ઓરિજિનલ્સ છે જે આજકાલ ઘણાં પોપ્યુલર થઇ રહ્યાં છે. જેવા કે, તિતલી કરંટ મારતી હૈ, બેફાલતૂ, ઇટ્સ માય પ્લેઝર અને સરહદ ખૂબ જ ચર્ચિત છે. આ ઉપરાંત તાજેતરમાં જ રીલીઝ થયેલ ‘ધિ જેલ પ્લાન’ પણ ખૂબ જોવામાં આવી છે.

D2H  ગ્રાહકો માટે 5 વર્ષની વોરંટી

Dish TV  પોતાના D2H કસ્ટમર્સ માટે એક ખાસ પ્લાન લઇને આવ્યુ છે. કંપની અનુસાર D2Hના ગ્રાહકોને હવે પૂરા પાંચ વર્ષ સુધી સેટ ટૉપ બૉક્સની વોરંટી આપવામાં આવશે. જણાવી દઇએ કે પહેલા ગ્રાહકોને ફક્ત 3 વર્ષ સુધીની વોરંટી આપવામાં આવતી હતી.  

dish

રિપોર્ટ અનુસાર D2H ગ્રાહકોને ચાર પ્રકારના સેટ ટૉપ બોક્સ ઑફર કરવામાં આવી રહ્યાં છે. તેમાં Android TV-based box ની કિંમત 3,999 રૂપિયા છે. D2H Digital HD Set-Top Box ની કિંમત 1799 રૂપિયા છે. આ ઉપરાંત D2H Digital HD Set-Top Boxની કિંમત 1599 રૂપિયા છે જ્યારે D2H Digital SD Set-Top Box ની કિંમત 1,499 રૂપિયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો