GSTV
Gujarat Government Advertisement

ફાયદાનો સોદો/ ફક્ત 10 હજારમાં ઘરે લઇ આવો Samsungનો આ મોંઘોદાટ સ્માર્ટફોન, ફીચર્સ પણ છે દમદાર

Samsung

Last Updated on February 28, 2021 by

ફ્લિપકાર્ટ (Flipkart) પર મોબાઇલ બોનાન્ઝા સેલ (Mobile Bonanza Sale) 24 ફેબ્રુઆરીથી શરૂ થઇ ગયો છે. આ સેલ પાંચ દિવસ માટે રાખવામાં આવ્યો છે, જેમાંથી સ્માર્ટફોન્સ પર બંપર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Flipkart પર જારી થયેલા બેનર પરથી જાણવા મળ્યું છે કે Samsung Galaxy F41ને પહેલા કરતાં ઓછી કિંમતે તમે ઘરે લાવી શકો છો. આ ફોનની શરૂઆતની કિંમત 16,999 રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ સેલમાં આ ફોનને તમે માત્ર 15,499 રૂપિયામાં ઘરે લાવી શકો છો. આ ઉપરાંત તમે Flipkart Smart Upgradeનો ઉપયોગ કરતાં હોય તો આ ફોન તમે 10,849 રૂપિયામાં મેળવી શકો છો.  

શું છે ઑફર

Samsung Galaxy F41ની સૌથી ખાસ વાત તેની ઇનફિનિટી-U સુપર AMOLED ડિસ્પ્લે, 64 મેગાપિક્સલ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 6000mAh બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનના બેસ મોડલ 6GB+64GBની કિંમત 16,999 રૂપિયા છે, જ્યારે 6GB+128GB વેરિએન્ટની કિંમત 17,999 રૂપિયા છે.

samsung

સેમસંગની આ ડિવાઇસમાં 6.4 ઇંચની sAMOLED Infinity-U ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રેઝોલ્યુશન 1080×2400 પિક્સલ અને આસ્પેક્ટ રેશિયો 20:9 છે.Samsung ના 6000mAh બેટરી વાળા ફોનને ઘણી ઓછી કિંમતે ઘરે લાવી શકાય છે. Samsung ના 6000mAh બેટરી વાળા ફોનને ઘણી ઓછી કિંમતે ઘરે લાવી શકાય છે.

ખાસ છે Samsung Galaxy F41ના અન્ય ફીચર્સ

આ ફોન કંપનીના Exynos 9611 પ્રોસેસર સાથે આવે છે. ફોન એન્ડ્રોયડ 10 બેસ્ડ સેમસંગના OneUI સ્કિન સાથે આવે છે. ગેલેક્સી F41ના રિયર પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 64 મેગાપિક્સલ પ્રાઇમરી સેંસર, સાથે જ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેંસ અને 5 મેગાપિક્સલનું ડેપ્થ સેંસર આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. પાવર માટે Galaxy F41માં 6000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો