GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/ હવે ફેમિલી સાથે રેસ્ટોરન્ટના બિલ પર મેળવો 50 % ડિસ્કાઉન્ટ, જાણો આ ઓફર અંગેની માહિતી

બિલ

Last Updated on February 26, 2021 by

દેશના ડાઈનિંગ આઉટ અને રેસ્ટોરન્ટ ટેક સોલ્યૂશન પ્લેટફોર્મ ‘ડાઈનઆઉટ’ એ પોતાના યુઝર્સના જમવાના બિલ પર ફ્લેટ 50 % આપવાની જાહેરાત કરી છે. આ ઓફરમાં છૂપાયેલી ટર્મ અને કંડિશન્સ નથી. ડાઉનઆઉટએ ગ્રેટ ઈન્ડિયા રેસ્ટોરન્ટ ફેસ્ટિવલ GIRFVE 6 એડિશનની જાહેરાત કરી છે. જેને26 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી 20 પ્રમુખ શહેરોમાં 10,000 મોટા રેસ્ટોરન્ટમાં લાગૂ કરવામાં આવશે. આ ફેસ્ટિવલમાં ભાગ લેનાર લોકપ્રિય ચાન્સ એવા છે કેફે, ઈન્દોર કિચન, કોન્સટેલેશન, ધ ક્રિએટિવ કિચન, હાઉસ ઓફ માલ્ટ્સ, ધ એટિન, ધ પિયાનો પ્રોજેક્ટ, પિઝ્ઝા હટ, બર્ગર કિંગ, બારબેર્યૂ નેશન, કેફે દિલ્હી હાઈટ્સ.

પોતાની રજુઆતને વધુ આકર્ષક બનાવવા માટે ડાઈનઆઉટએ HDFC બેંક, ઈંટરમાઈલ્સ અને કિંગફિશર જેવી વિશેષ બ્રાંડ્સ સાથે ભાગીદારી રાખી છે. વર્તમાન HDFC બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર કેશબેકથી લઈ અતિરિક્ત 15 %ની છૂટ મેળવી સાથે જ યૂઝર્સ પોતાના બિલો પર 65 % ની મોટી છૂટ પ્રાપ્ત કરી શકે છે. ઈંટરમાઈલ્સ યૂઝર્સ ડાઈનઆઉટ પેના માધ્યમથી પ્રત્યેક 40 રૂપિયાના ખર્ચ પર 1 ઈંટરમાઈલ ઓછું કરી શકે છે.

રેસ્ટોરન્ટના વ્યવસાયમાં તેજી

GIRFઅંગે ડાઈનઆઉટના CEO અને કો-ફાઉન્ડર અંકિત મલિહોત્રાએ કહ્યું કે, અમારો સૌથી મોટો મુદ્દો યૂઝર્સને 50 % છૂટની જાહેરાત અંગે જણાવવાનો હતો. જે અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ઓનલાઈન વેચાણના યુગમાં બ્રાંડ્સ ઘણી વખત મોટી છૂટની જાહેરાત કરે છે. પરંતુ તેનો લાભ આપી શકતા નથી. પરિણામે કસ્ટમર્સ એવા બ્રાંડ્સ પ્રત્યે પોતાનો વિશ્વાસ ગુમાવે છે. ડાઈનઆઉટ આ અંતરને ઓછું કરે છે. અને રેસ્ટોરન્ટના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે યૂઝર્સના મનમાં વિશ્વાસ વધારે છે. ગત વર્ષની તુલનામાં 40 %થી વધુ યૂઝર્સ આ વેલેન્ટાઈન ડે પર ડાઈનઆઉટનો ફાયદો ઉઠાવતા દેખાયા. તેનો અર્થ એ છે કે વર્ષ 2021 આપણા બધા માટે સારું હશે.

HDFC બેંકના એત પ્રવક્તાએ કહ્યું કે, ગ્રેટ ઈન્ડિયન રેસ્ટોરન્ટ ફેસ્ટિવલ માટે ડાઈનઆઉટ સાથે ભાગીદારીમાં આ આપણું ચોથું એડિશન છે. ડાઈનિંગ  આઉટ અમારા માટે મહત્વપૂર્ણ શ્રેણી છે. જ્યાં અમારા ઉપસ્થિત કાર્ડ હોલ્ડર્સ ઘણી વખત મોટા પ્રમાણમાં અમારી સેવાઓનો લાભ ઉઠાવે છે.

બિલ

10,000થી વધુ રેસ્ટોરન્ટમાં ઉઠાવો લાભ

ઈંટરમાઈલ્સના વ્યવસાય અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ્સના સીનિયર વીપી અને હેડ, વિકાસ ચાંડલે કહ્યું કે, GIRFના 2021 એડિશન ડાઈનઆઉટ સાથે સતત ત્રીજી ભાગીદારી છે.  GIRDએ ગત થોડા વર્ષમાં એક ડાઈનિંગ રિવાર્ડ્સ કરંસીના રૂપમાં ઈંટરમાઈલ્સને મજબૂત પ્લેટફોર્મ આપવામાં મદદ કરી છે. ગત થોડા મહિનામાં અમે ઈંટરમાઈલ્સ એપ પર ડાઈન પ્લેટફોર્મને પણ મજબીત કર્યું છે. જ્યાં અમારા સભ્યો ડાઈનઆઉન પર ભારતના 10,000થી વધુ રેસ્ટોરન્ટમાં ડાઈનિંગ બિલ પર અતિરિક્ત બચતનો લાભ ઉઠાવી શકે છે. સાથે જ ઈંટરમાઈલ્સનો પણ લાભ ઉઠાવી શકે છે.

 550 કરોડ રૂપિયાની કમાણી

એસોશિયએશન અંગે યૂનાઈટેડ બ્રેવરિઝ લિમિટેડના માર્કેટિંગ હેડ ગુરપ્રિત સિંહે કહે છે કે, અમે કિંગફિશરને ડાઈનઆઉટના ગ્રેટ ઈન્ડિયન રેસ્ટોરન્ટ ફેસ્ટિવલ સાથે જોડીને ખૂબ ખુશ છીએ. ડાઈનઆઉટ વર્ષ 2017થી GIRFની ખાસ ઓફર ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 5 વખત તેને આયોજીત કરવામાં આવી ચૂક્યું છે. ગત વર્ષે ડાઈનઆઉટે 5 મિલિયન ડિનર્સ સર્વ કર્યું હતું. અને પોતાના રેસ્ટોરન્ટના પાર્ટનર માટે 550 કરોડ રૂપિયાની કમાણી કરી. તેમણે પાર્ટનર રેસ્ટોરન્ટ માટે સામાન્ય દિવસની તુલનામાં વધુ કમાણી કરવામાં મદદ કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો