GSTV
Gujarat Government Advertisement

ભારતમાં ડિઝીટલ કર્મચારીઓની વધશે માંગ, Amazonના આ રિપોર્ટમાં થયો ખુલાસો

Amazon

Last Updated on February 27, 2021 by

Amazonની કંપની એમેઝોન વેબ સર્વિસ, ઈંક.એ આજે પોતાના નવા રિચાર્જ  રિપોર્ટના પરિણામનો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટનું શિર્ષક ‘અનલોકિંગ એપીએસી ધ ડિઝિટલ પોટેંશિયલ: ચેંજિંગ ડિઝીટલ સ્કિલ નીડ્સ એન્ડ પોલિસી અપ્રોચેસ’ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ સ્ટ્રેટજી અને ઈકોનોમિક કંસલ્ટિંગ ફર્મ અલફાબીટા તરફથી તૈયાર અને AWS તરફથી રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કર્મચારીઓ તરફથી આજ નોકરીમાં ઉપયોગ કરવામાં આવી રહેલ ડિઝિટલ સ્કિલ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એશિયા પ્રશાંતના 6 દેશોમાં આગામી 5 વર્ષમાં જે ડિઝિટલ સ્કિલ્સના કર્મચારીઓની જરૂરત હશે. તે તમામ રિપોર્ટમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ દેશમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપુર અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.

રિસર્ચમાં ભારતમાં 500થી વધુ ડિઝિટલ વર્કર્સનો સર્વે કરવામાં આવ્યો છે. તેમાં ટેક્નોલોજી એક્સપર્ટ, બિઝનેસ લીડર્સ અને પોલિસી મેકર્સનું ઈન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું. આ રિસર્ચની પુષ્ટી થઈ કે, ડિઝિટલ સ્કિલ્સ નિર્માણ અને શિક્ષા જેવી બિન ટેક્નિકી ક્ષેત્ર માટે જરૂરી છે. નિર્માણ ક્ષેત્રમાં ક્લાઉડ આર્કિટેક્ટ ડિઝાઈન અને ઓરિજિનલ કન્ટેન્ટ જેવા સોફ્ટવેર અને વેબ એપ્લિકેશન બનાવવાની ક્ષમતા જેવી ડિઝિટલ  સ્કિલ્સની 2025 સુધીમાં ઘણી ડિમાન્ડ હશે. નિર્માણ ક્ષેત્રમાં ડિઝિટલ સુરક્ષાને વિકસીત કરવાની ક્ષમતા, સાઈબર ફોરેંસિક ટૂલ્સ અને ટેક્નિક ઘણી મહત્વપૂર્ણ સ્કિલ હશે. દૂરના વિસ્તારમાં અભ્યાસ અને શીખવા અને શીખવાડવા માટે ઈન્ટરનેટના વધતા ઉપયોગને જોઈ આ સુનિશ્ચિત કરવું જરૂરી થઈ ગયું છે કે, સ્કૂલ, ટીચર અને સ્ટૂડેન્ટ્સ સાઈબર એટેકથી સુરક્ષામાં સક્ષમ બને.

13 % છે સંખ્યા

રિસર્ચમાં ખુલાસો  કરવામાં આવ્યો કે, આ સમયે ભારતમાં ડિઝિટલ સ્કિલ લેસ કર્મચારિઓની સંખ્યા કુલ કર્મચારીઓના 13 % સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. રિસર્ચથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2025 સુધી ભારતમાં ડિઝિટલ સ્કિલલેસ કર્મચારીઓની જરૂરત આજથી નવ ગણી થશે. ભારતના સરેરાશ કર્મચારીને 2025 સુધી નવી ટેક્નિની પ્રગતિથી વાકેફ થવા અને ઈન્ડસ્ટ્રીની માંગ અનુસાર, યોગ્યતા ઉભી કરવા માટે 7 નવી ડિઝિટલ સ્કિલ શીખવાની જરૂરત હળે. કુલ મળીને ભારતમાં 2020 થી 2025 સુધી 3.9 બિલિયન લોકોને ડિઝિટલ સ્કિલ ટ્રેનિંગ્સ આપવાની જરૂરત પડશે.

ક્લાઉડ કમ્પ્યુટિંગમાં પણ આગળ

રિપોર્ટમાં પણ આ ખુલાસો કરવામાં આવ્યો છે કે, ભારતમાં હાલ પણ 76 % ડિઝિટલ કર્મચારીઓને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં પ્રશિક્ષણની આશા છે. ડિઝિટલ કર્મચારીઓને પોતાની નોકરી પૂરી યોગ્યતા સાથે કરવા માટે આ ટેક્નિકમાં પરફેક્ટ થવું ખૂબ જરૂરી હશે. ક્લાઉડ આર્કિટેર્ચર ડિઝાઈન, સોફ્ટવેર ઓપરેશન સપોર્ટ, વેબસાઈટ/ગેમ/ સોફ્ટવેર ડેવેલપમેન્ટ/ મોટા પાયે ડેટા મોડેલિંગ અને સાઈબર સિક્યોરિટીની સ્કિલ્સ ભારતમાં 5 સૌથી વધુ માંગ સાથેના ડિઝિટલ કૌશલમાં સામેલ છે. આગામી જનરેશનના ક્લાઉડ પ્રોફેશનલ્સ માટે ભારતમાં ઉચ્ચ શિક્ષા સંસ્થાઓએ હાલમાં જ AWS તરફથી ડિઝાઈન અને એકીકૃત કરવામાં આવેલ ક્લાઉડ કંપ્યૂટિંગના સિલેબસને કોલેજના મેનસ્ટ્રીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ક્લાઉડ કંપ્યૂટિંગ કન્ટેન્ટ શિક્ષા સંસ્થાઓના અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામનો ભાગ હશે. આ પ્રોગ્રામ ક્લાઉડ આર્કિટેક્ચર ડેટા એનાલિટિક્સ, સાઈબર સિક્યોરિટી, મશીન લર્નિંગ અને સોફ્ટવેર ડેવેલપમેન્ટ ક્લાઉડ સ્કીલ્સની વધતી જરૂરતોને પુરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.

ડિઝિટલ વર્કર્સની માંગમાં તેજી

AISPL, AWS ઈન્ડિયા અને સાઉથ એશિયામાં પબ્લિક સેક્ટરના પ્રેસિડેંટ રાહુલ શર્માએ કહ્યું કે, આ રિસર્ચ બિન ટેક્નિકી ક્ષેત્રો જેવા નિર્માણ અને શિક્ષાના ક્ષેત્રમાં ડિઝિટલ વર્કર્સની માંગને તેજીથી વધારે છે. AWS વધુમાં વધુ છાત્રો અને કર્મચારીઓને ક્લાઉડ સ્કિલ્સ લેસ કરવા માટે પ્રતિબદ્ધ છે. જેનાથી તમામ સેક્ટરોમાં ડિઝિટલ બદલાવમાં મદદ મળશે. અમે અનેક અન્ય શિક્ષણ સંસ્થાઓ અને ઔદ્યોગિત સંસ્થાનો સાથે ભાગીદારી કરી ક્લાઉડ સ્કિલ્સ લેસ પ્રતિભાઓને નિખારવા માટે પોતાનો વિસ્ર કરી રહી છે. ક્લાઉડ સ્કિલલેસ કર્મચારીઓના માધ્યમથી ઈનોવેશનમાં તેજી આવશે. અને ભારતના પ્રોડક્ટ્સ વિશ્વના અન્ય દેશોના મુકાબલે વધુ સારી રીતે પ્રતિ સ્પર્ધા કરી શકશે.

ઓનલાઈન કન્ટેન્ટની વધતી ડિમાન્ડ

AWS અનેક વિદ્યાઓમાં ટ્રેનિંગનો ફ્રી અવસર પ્રદાન કરે છે. જેમાં 500થી વધુ ફ્રી કોર્સીસ સામેલ કરાયા છે. તેમાં ઈંટરએક્ટિવ લેબ અને દિવસભર લાંબી ચારનાર વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશન સામેલ છે. જ્યાં સુધી AWS ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેશનના માધ્યમથી પહોંચી શકાય છે. AWS સૌથી વધુ ડિમાન્ડની નોકરીઓ અને ક્લાઉડ કરિયરના રસ્તાઓ માટે વિદ્યાર્થીઓને ફ્રી, તેમજ સારી તૈયારી કરવા માટે ઓનલાઈન લર્નિંગ કન્ટેન્ટ પ્રદાન કરે છે. તેનાથી માંગ અનુસાર, કર્મચારીઓને ક્લાઉડ એન્જિનિયર, સાઈબર સિક્યોરિટી સ્પેશ્યલિસ્ટ, મશીન લર્નિંગ સાયન્ટિસ્ટ અને ડેટા સાયન્ટિસ્ટ જેવી નોકરીઓ માટે આવશ્યક સ્કિલ્સ લેસ કરવામાં આવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો