GSTV
Gujarat Government Advertisement

હેલ્થ ટિપ્સ / શું થોડુ જમવાથી પણ થાય છે એસિડિટીની સમસ્યા, તો કરો આ ઉપાય અને મેળવો રાહત…

Last Updated on March 9, 2021 by

કેટલાક લોકોનું પાચનતંત્ર એટલુ નબળુ હોય છે કે, થોડુ ચીકણો તથા ચટપટુ ખાવાથી તેનનું પેટ ખરાબ થઈ જાય છે. અને બાદમાં ગેસ, પેટનો દુખાવો, ખાટા ઓડકાર વગેરે જેવી સમસ્યાઓ થાય છે. ગરમીની ઋતુમાં આ પ્રકારની સમસ્યાઓ વધારે થાય છે.તો ચાલો આજે અમે તમને જણાવીએ આ સમસ્યાઓમાંથી રાહત અપાવે તેવા ઉપાયો વિશે.

અજમાવો આ ઘરગથ્થુ ઉપાયો

  • નવસેકુ ગરમ પાણી પેટની સમસ્યાઓમાં ઘણુ કારગર સાબિત થાય છે. રોજ દિવસની શરૂઆત એક ગ્લાસ નવસેકા ગરમ પાણી પીવાથી કરવી જોઈએ. તે ઉપરાંત જમવાના લગભગ અડધો કલાક બાદ નવસેકુ ગરમ પાણી પીવો. જેનાથી ખોરાક સરસતાથી પચી જાય છે. અને પાચન શક્તિ મજબુત થાય છે.
  • ફાઈબરથી ભરપુર ડાયટ પાચન તંત્રને મજબુત કરવાનનું કામ કરે છે. તેમજ રેસાદાર ફળ, અનાજ, શાકભાજી વગેરે ખાઓ.
  • જો તમને પાચન તંત્ર સંબંધી સમસ્યા છે અને પેટ વારંવાર ખરાબ રહે છે તો દરેક વ્યક્તિએ સપ્તાહમાં એક દિવસ વ્રત જરૂર કરવુ જોઈએ. વ્રત પાચન તંત્રને રીસેટ કરવાનું કામ કરે છે. વ્રતના દિવસે સંતુલિત ચીજો ખાવાથી પેટની ગડબડી ઠીક થાય છે.
  • પાચન તંત્ર જયારે નબળુ પડે ત્યારે ઠંડાપીણા પદાર્થો લેવાનું ટાળો. પાણી પણ માટલાનું પીઓ. ફ્રિજમાં રાખેલી વસ્તુઓ ખાવાની ખાસ ટાળો.
  • ચા/ કોફી વગેરેથી દુર રહો. ગ્રીન ટી અથવા તો આદુ લીંબુની ચા ફાયદાકારક છે.
  • તાંબાના વાસણમાં પાણી પીવાથી પણ પેટની તમામ પરેશાનીઓ દૂર રહે છે. પરંતુ વાસણ જમીન પર ન રાખો. તેને હંમેશા લાકડા અથવા પ્લેટફોર્મ પર રાખો.
  • સવાર -સાંજ વોક કરો. સાંજની વોક જમ્યા પથી કરો. સવારના સમયે ચાલવાની સ્પીડ ઝડપી રાખો. પરંતુ સાંજે ઝડપથી ન ચાલવુ જોઈએ. નિયમિત રૂપથી યોગ કે પ્રાણાયમ કરો.
  • લોકોની ટેવ હોય છે કે, રાતે મોડા જમ્યા બાદ તરત સૂઈ જાય છે. એવામાં ખોરાકને પચાવવાનો સમય નથી મળતો. આ કારણથી ગેસ, એસિડિટી, ઉલ્ટી, ઝાડા, અપચો જેવી સમસ્યાઓ થાય છે. જેથી સૂવાના 2 કલાક પહેલા ડિનર કરી લેવુ જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો