GSTV
Gujarat Government Advertisement

પુરૂષો સાવધાન/ ગ્લોબલ વોર્મિંગને ગંભીરતાથી લેવા આ ફિલ્મ અભિનેત્રીએ આપી સલાહ, શોધમાં સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો

Last Updated on March 26, 2021 by

દિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા યુઝર્સને જળવાયુ સંકટ અને વાયુ પ્રદૂષણને ગંભીરતાથી લેવાનો આગ્રહ કર્યો છે. દિયા મિર્ઝાએ જણાવ્યું કે, ‘હવે સંશોધન દ્વારા પુરૂષોના લિંગ પર હાનિકારક પ્રભાવના વિશે ખ્યાલ આવી જાય છે. પ્રદૂષણ પ્રજનન ક્ષમતાને પણ પ્રભાવિત કરી રહ્યું છે. તે સામાન્ય રીતે લિંગ (શિશ્ન) ના સંકોચનનું કારણ માનવામાં આવી રહ્યું છે. પર્યાવરણમાં હાજર ઝેરીલા રસાયણ શુક્રાણુઓની સંખ્યા અને ટેસ્ટિકલ્સને વધારે પ્રભાવિત કરી રહ્યાં છે.’

જળવાયુ સંકટ પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ પર હાનિકારક પ્રભાવ પડી શકે

દિયા મિર્ઝાએ લોકોને એવો આગ્રહ કર્યો છે કે, ‘જળવાયુ સંકટ અને વાયુ પ્રદૂષણને ગંભીરતાથી લો, કારણ કે એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે, તેનાથી પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ પર હાનિકારક પ્રભાવ પડી શકે છે.’

તમને જણાવી દઇએ કે, દિયા મિર્ઝા સતત હવામાન પરિવર્તન અંગેની વાટાઘાટોમાં અગ્રેસર રહી છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મંચોમાં, કાર્બન ઉત્સર્જનને કાપવા, કુદરતી સંસાધનોનો કાળજીપૂર્વક વપરાશ કરવા અને પર્યાવરણને બચાવવા માટે સૂક્ષ્મ અને સ્થૂળ સ્તર પર સમાધાન શોધવાની તત્કાલ જરૂરિયાત પર પણ વારંવાર ચર્ચા કરે છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો

Big News: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા મુલતવી રખાઇ