Last Updated on March 26, 2021 by
બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા આજે પણ ફિલ્મ રહેના હેં તેરે દિલ મેં…જેના માટે યાદ કરવામાં આવે છે. આ ફિલ્મમાં એક્ટ્રેસની સુંદરતા અન એક્ટિંગ લોકોને ખૂબ ગમી હતી. ત્યાર બાદ દિયાએ કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ હતું. હાલમાં દિયા મિર્ઝાએ બીજા લગ્ન કર્યા છે. જેને લઈને તે સતત ચર્ચામાં રહેતી હોય છે. જો કે, આજે દિયા મિર્ઝા પોતાના હોટ લૂકને લઈને ચર્ચામાં આવી છે.
હાલમાં જ દિયા મિર્ઝાએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. દિયા અને વૈભવના લગ્ન ખાસ રીતે સંપન્ન થયા હતાં. આ લગ્નમાં ખાસ મિત્રો અને પરિવારવાળા જ હાજર રહ્યા હતા. ત્યારે હવે લગ્ન થોડાક દિવસો બાદ દિયા ફરી એક વાર બોલ્ડ અંદાજમાં જોવા મળી છે.
દિયાએ સોશિયલ મીડિયા પર આ પ્રકારની તસ્વીર શેર કરી છે, જેને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. અભિનેત્રીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો બોલ્ડ ફોટો શેર કર્યો હતો. જેને જોઈને તેના ફેન્સ દિવાના થઈ ગયા છે.
દિયાએ ઈંસ્ટાગ્રામ પર જે ફોટો શેર કર્યો છે, તેમાં તે કોઈ સમુદ્ર કિનારે નજરે પડી રહી છે. આ ફોટોમાં અભિનેત્રી ફિરોઝી રંગની બિકિની ટોપમાં દેખાઈ રહી છે. તેના પર તેને ગ્રીન પ્રિંટેડ સર્ગ પણ પહેર્યુ છે. ફોટોઝમાં અભિનેત્રીનો આ પ્રકારનો અલગ અંદાજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31