GSTV
Gujarat Government Advertisement

ઘરગથ્થુ ઉપચાર / ટાલ અને ખરતા વાળની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે આ વસ્તુ, આજે જ અપવાનો આ ઉપાય અને મેળવો રાહત

Last Updated on March 15, 2021 by

ભગવાન સંકરને પ્રસન્ન કરવા માટે પૂજામાં તેમને ધતૂરો ચઢાવામાં આવે છે. કારણ કે, તેમને ધતૂરો ખૂબ પ્રિય છે. પરંતુ શું તમને ખબર છે કે ધતૂરો એક ઔશધિ પણ છે. તેનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવારમાં થાય છે. ધતૂરો શરીરને અંદરથી ગરમ રાખે છે. દેવી ભાગવત પૂરાણમાં વિષપાન બાદ અશ્વિની કૂમારે ભાંગ, ધતૂરો, બીલી વગેરે શિવજીની વ્યાકૂળતાને દૂર કરી છે. આયુર્વેદ અનુસાર ધતૂરામાં ઔષધીય ગૂણ ઘા ને મટાડવા અને શારીરીક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે.

સાંધાના દુખાવા અને સોજામાં ફાયદાકારક છે

ધતૂરાનો પ્રયોગ સાંધાના દુખાવામાં પણ કરવામાં આવે છે. તે ઉપરાંત પગમાં સોજા અથવા ભારેપણા માટે પણ ધતૂરાનો પ્રયોગ કરી શકો છો. તે માટે ધતૂરાના પાનને પીસીને લોપ લગાવો. જેનાથી તમને જલ્દી આરામ મળશે. કારણ કે તેની તાસીર ગરંમ હોય છે.

ટાલ અને ખરતા વાળની સમસ્યાને દૂર કરે છે

જે લોકો ટાલ પડવાની સમસ્યાથી પરેશાન છે અથવા જેમના વાળ વધુ પડતા પ્રમાણમાં ઘટી રહ્યા છે, તેઓ તેનો રસ અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવી શકે છે. તેના રસમાં વિશેષ ગુણધર્મો હોય છે જે સેબુમને સ્વસ્થ બનાવે છે અને ટાલ પડવાની સમસ્યાને અટકાવે છે. ધૂતુરાના રસને તલના તેલમાં ભેળવીને લગાવાથી દર્દીને વધારે ફાયદો થાય છે.

ઘાને રૂઝાવામાં મદદ કરે છે.

જો તમને તમારા શરીર પર કોઈ પણ પ્રકારનો ઘા છે, તો તમે ધતૂરાની મદદથી તેનો ઇલાજ કરી શકો છો. જો કે, એક તે નોંધવું યોગ્ય છે કે તેનો ઉપયોગ વધારે ઉંડા ઘા પર ન કરવો જોઇએ, કારણ કે તેનો ઉપયોગથી આપણી ત્વચાની ઉપરની સ્કીનમાં જ કરી શકાય છે.

કાનના દુખાવામાં પણ કારગર છે

જો તમારા કાનમાં દુખાવો રહે છે. અને સોજો આવે છે તો તમે ધતૂરાનો ઉપયોગ કરી શકો છો. ધતૂરામાં એંટી-ઈનેફલેમેટ્રી અને એંટી-સેપ્ટિક ગુણ મળી આવે છે. તેના કારણે આ કાનમાં દુખાવાની સમસ્યાને ઠીક કરે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો