GSTV
Gujarat Government Advertisement

હવે હવાઈ યાત્રા થશે મોંઘી! વિમાનની ટિકિટના ભાવોમાં વધારો, એક એપ્રિલથી નવા રેટ લાગુ , જાણો નવા ભાવ…

વધારો

Last Updated on March 31, 2021 by

એવિએશન રેગ્યુલેટર ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)એ એર સિક્યુરિટી ફી(એએસએફ)માં વધારો કરતા એેક એપ્રિલથી વિમાનની ટિકીટના ભાવ વધી જશે. ડોમેસ્ટિક ફલાઇટના યાત્રી માટે એર સિક્યુરિટી ફીમાં ૪૦ રૃપિયાનો વધારો કરવામાં આવતાં એર સિક્યુરિટી ફી ૧૬૦ રૃપિયાથી વધીને ૨૦૦ રૃપિયા થઇ છે. ઇન્ટરનેશનલ ફલાઇટના યાત્રીની એર સિક્યુરિટી ફી વધારીને ૧૨ ડોલર કરવામાં આવી છે.

વિમાનની ટિકિટના ભાવમાં વધારો

ઉડ્ડયન નિયંત્રક ડીજીસીએએ એરપોર્ટન યોગ્ય રીતે માસ્ક ન પહેરનારા અને કોવિડ-૧૯ના નિયમો મુજબ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનારા યાત્રીઓ પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કરવા અંગે વિચારણા કરવાના નિર્દેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૧૩ માર્ચના રોજ પણ ડિરક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)એ એરપોર્ટ અને એરલાઇન્સને યાત્રીઓ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

કોવિડ-19ના નિયમોનું પાલન કરાવવા આદેશ

આજે જારી કરાયેલા સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક એરપોર્ટની તપાસ દરમિયાન માલુમ પડયું છે કે કોવિડ-૧૯ પ્રોટોકોલનો અમલ કરવામાં આવતો નથી. ડીજીસીએએ વધુમાં જણાવ્યું હતું કે તમામ એરપોર્ટ ઓપરેટરોને વિનંતી કરવામાં આવે છે કે તમામ યાત્રીઓ નાક ઢંકાઇ જાય તે રીતે યોગ્ય રીતે માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે સુનિશ્ચિત કરાવવામાં આવે.

માર્ચના છેલ્લા રવિવારથી લઇને ઓક્ટોબરના છેલ્લા રવિવાર સુધીના ઉનાળાના શિડયુલ માટે દર અઠવાડિયે ૧૦૮ એરપોર્ટ પરથી કુલ ૧૮૮૪૩ ફલાઇટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઇન્ડિગોની ૮૭૪૯, સ્પાઇસ જેટની ૨૮૫૪, ગોએરની ૧૭૪૭, એર ઇન્ડિયાની ૧૬૮૩, વિસ્તારાની ૧૨૮૮ અને એર એશિયા ઇન્ડિયાની ૧૨૪૩ ફલાઇટનો સમાવેશ થાય છે. ટ કોરોના પહેલાની ક્ષમતાના ૮૦ ટકાથી વધુ સીટો નહીં ભરવાના નિયમને આધીન દર અઠવાડિયે ૧૮૮૪૩ ફલાઇટને મંજૂરી આપવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો