GSTV
Gujarat Government Advertisement

જેવા સાથે તેવા/ ડેલકરની સુસાઈડ નોટ ઉદ્ધવ સરકાર માટે ટ્રમ્પકાર્ડ, ભાજપ સાથે વિવાદમાં આ ગુજરાતી નેતા અને અધિકારીઓ ભરાઈ જશે

Last Updated on February 25, 2021 by

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની સુસાઈડ નોટને આધારે ઉધ્ધવ ઠાકરે સરકાર પહેલું પાનું ઉતરતાં ભાજપમાં ગભરાટનો માહોલ છે. ઉધ્ધવ સરકારના ગૃહ મંત્રી અનિલ દેશમુખે સુસાઈડ નોટમાં ભાજપના નેતા અને કેન્દ્રશાસિત પ્રદેશના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલનું નામ હોવાનો દાવો કર્યો છે. દેશમુખે એવો મમરો પણ મૂક્યો છે કે, આ સુસાઈટ નોટમાં જેમનાં નામ હશે તેમને છોડવામાં નહીં આવે.

ડેલકર

ડેલકરે મુંબઈની હોટલમાં આપઘાત કરતાં પહેલાં ૧૩ પાનાંની સુસાઈડ નોટ લખી હતી. આ નોટ અત્યારે મુંબઈ પોલીસ પાસે છે તેથી ઉધ્ધવ ઠાકરે સરકાર તેનો ઉપયોગ ભાજપની નેતાગીરીને દબાવવા કરશે એવી ભાજપમાં ચિંતા છે. ઉધ્ધવ સરકારે પ્રફુલ્લ પટેલનું નામ લઈને આ સંકેત આપી દીધો છે.

ભાજપનાં સૂત્રોના મતે, ઉધ્ધવ મોટા ખેલાડી છે તેનો પરચો તેમણે ટીઆરપી સ્કેમનો ઉપયોગ સુશાંત સિંહ રાજપુત કેસમાં કેન્દ્રીય એજન્સીઓની તપાસ બંધ કરાવડાવીને આપી દીધો છે.  આ સ્કેમમાં મળેલા પુરાવાનો ઉપયોગની મદદથી ઉધ્ધવે કેન્દ્રનું નાક દબાવીને ભાજપની હવા કાઢી નાંખી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો