GSTV
Gujarat Government Advertisement

દિલ્હી દુનિયાની સૌથી પ્રદુષિત રાજધાની! 33 માંથી 22 શહેરો ભારતના, આ શહેરોની એર ક્વોલિટી ખુબ જ ખરાબ

પ્રદુષિત

Last Updated on March 17, 2021 by

દુનિયાના સૌથી વધુ પ્રદુષિત 33 શહેરોમાં 22 ભારતના છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી દુનિયાની સૌથી વધુ પ્રદુષિત રાજધાની છે. આ મંગળવારે જારી, ‘વર્લ્ડ એર ક્વોલિટી ઇન્ડેક્સ 2020’માં કહેવામાં આવ્યું છે. આ રિપોર્ટને સ્વિસ સંગઠન ‘આઈક્યૂ એયર’એ તૈયાર કર્યો છે. રિપોર્ટ મુજબ દુનિયાના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં ભારતનું નામ સૌથી આગળ છે. પુરી દુનિયામાં સૌથી પ્રદુષિત 30 શહેરમાં 22 ભારતના જ છે. આઈક્યૂ એરની રિપોર્ટ અનુસાર, ચીનનું શિનજિઆંગ શહેર દુનિયાના સૌથી વધુ દુષિત શહેરોમાંથી એક છે. ત્યાર પછી શીર્ષ 10 શહેરોમાંથી નવ શહેર ભારતના છે.

દિલ્હી ઉપરાંત આ શહેરો ટોપ પર

દિલ્હી ઉપરાંત અન્ય 21 શહેર છે. જેમાં ગાઝિયાબાદ, બુલંદશહેર, બિસરખ લખનૌ, મેરઠ, આગરા અને મુઝફ્ફરનગર, જલાલપુર, નોયડા, ગ્રેટર નોયડા, કાનપુર. રાજસ્થાનનું ભિંવાડી, હરિયાણાનું ફરીદાબાદ, ઝિદ, હિસાર, ફાતેહાબાદ, બંધવાડી, ગુરુગ્રમ, યમુનાનગર, રોહતક અને ધારૂંહેડા સામેલ છે . ત્યાં જ બિહારમાં મુઝફ્ફરનગરને રાખવામાં આવ્યું છે.

આ રિપોર્ટમાં કોવિડ-19 ફેલાયા પછી લોકડાઉનના પ્રભાવો અને દુનિયાભરમાં પીએમ 2.5 પ્રદૂષકોમાં આવેલ ફેરફારને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું. ભારતમાં પ્રદુષણનું મુખ્ય કારણમાં પરિવહન, ભોજન બનાવવા માટે ઇંધણ સળગાવવું, વીજળી ઉત્પાદન, ઉદ્યોગ ધંધા, વિનિર્માણ કાર્ય, કચરો સળગાવવો અને પરણી સળગાવવું જણાવવામાં આવ્યું.

2020માં સાફ થઇ દિલ્હી

રિપોર્ટ અનુસાર 2019ના મુકાબલામાં વર્ષ 2020માં દિલ્હીની વાયુ ગુણવત્તામાં સુધાર આવ્યો હતો. આ સુધાર છતાં દિલ્હી દુનિયાના સૌથી પ્રદુષિત શહેરોમાં 10માં નંબર પર છે. રિપોર્ટ અનુસાર, ‘ભારતના શહેરોમાં પીએમ 2.5 પ્રદૂષકોનો સૌથી મોટો સ્ત્રોત પરિવહન ક્ષેત્રે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો