GSTV
Gujarat Government Advertisement

વાતાવરણમાં પલ્ટો: અસહ્ય ગરમીથી જનતાને મળી રાહત, દિલ્હીની આસપાસના વિસ્તારમાં ખાબક્યો વરસાદ

Last Updated on March 9, 2021 by

સતત વધી રહેલી ગરમીની વચ્ચે દિલ્હી-એનસીઆરમાં મંગળવારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. આ બાજૂ નોઈડા અને ગાજિયાબાદમાં પણ જોરદાર પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગરમી અસહ્ય થતાં આ વરસાદ લોકોને થોડો રાહત આપશે. આજે જ હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં વરસાદની આગાહી કરી હતી. દિલ્હી ઉપરાંત અડીને આવેલા ફરીદાબાદ, ગાજિયાબાદ, ગુરૂગ્રામ, ઝજ્જર, મેવાત, પલવલ, સોનીપત જેવા જિલ્લામાં પણ હલ્કો વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગ તરફથી જણાવામાં આવ્યુ હતું કે, મંગળવાર સવારે આઠ વાગ્યા આ પ્રકારની ચેતવણી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર મહતમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. કેન્દીરય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર શહેરમાં વાયુ ગુણવત્તા ખરાબ શ્રેણીમાં રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો