GSTV
Gujarat Government Advertisement

દિલ્હીમાં લોકડાઉનને લઈને મનીષ સિસોદીયા આપ્યુ મોટુ નિવેદન, આજે તેમણે પણ લગાવી કોરોનાની રસી

Last Updated on April 3, 2021 by

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના મહામારી ફરીથી મોટા પાયે વકરી રહી છે. આ કારણે અનેક પ્રકારના પ્રતિબંધો અને લોકડાઉન અંગેની અટકળોનું બજાર ફરી એક વખત ગરમાયું છે. ત્યારે આ બધા વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ વેક્સિનને કોરોનાનું સમાધાન ગણાવી છે અને લોકડાઉન તેનું સમાધાન નથી તેમ જણાવ્યું છે. 

મનીષ સિસોદિયાના કહેવા પ્રમાણે જેટલી જલ્દી વેક્સિન ઉપલબ્ધ થશે તેટલું સારૂ રહેશે. સિસોદિયાએ શનિવારે કોરોના વેક્સિન લીધા બાદ આ નિવેદન આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ શનિવારે પોતાની પત્ની સીમા સિસોદિયા સાથે સેન્ટ્રલ દિલ્હીની મૌલાના આઝાદ હોસ્પિટલમાં રસી લીધી હતી. સપરિવાર વેક્સિન લીધા બાદ સિસોદિયાએ બધું સારૂ રહે તેવી આશા વ્યક્ત કરી હતી. 

મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, આપણા દેશના વૈજ્ઞાનિકોએ કઠિન સમય વચ્ચે આ વેક્સિન બનાવી અને આપણા લોકો માટે ઉપલબ્ધ કરી તેનો આનંદ છે. તમામ દેશવાસીઓ તરફથી તેમનો આભાર. ઉપરાંત મનીષ સિસોદિયાએ દિલ્હીના 45 કે તેના કરતા વધારે ઉંમરના તમામ નાગરિકોને વેક્સિન લેવા વિનંતી કરી હતી. તેમણે વેક્સિન પરના પ્રતિબંધો દૂર કરીને સપ્લાય વધારવા કહ્યું હતું જેથી તમામ દિલ્હીવાસીઓનું એક સાથે જ વેક્સિનેશન થઈ શકે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો