GSTV
Gujarat Government Advertisement

ભાજપની ગુલાંટ/ દિલ્હીમાં કેજરીવાલને નાથવા મોદી હવે દાવ અજમાવશે, સીએમની પાંખો કાપવાની કરી તૈયારી

ભાજપ

Last Updated on March 16, 2021 by

નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં સોમવારે રજૂ કરેલા નેશનલ કેપિટલ રીજિયન દિલ્હી (એમેન્ડમેન્ટ )એક્ટ, ૨૦૨૧ની ટીકા થઈ રહી છે. આ બિલ હેઠળ મોદી સરકાર દિલ્હીમાં ચૂંટાયેલી સરકારની સત્તાઓ ઘટાડીને લેફ્ટનન્ટ ગવર્નરની સત્તાઓમાં વધારો કરવા માગે છે. આ કાયદો પસાર થશે તો દિલ્હીને લગતી તમામ ફાઈલો લેફ્ટનન્ટ ગવર્નર પાસે જશે અને લેફ્ટનન્ટ ગવર્નર સર્વસત્તાધીશ બની જશે.

આ બિલ ભાજપનાં ડબલ સ્ટાન્ડર્ડ દર્શાવે છે

ભાજપના નેતા પણ સ્વીકારે છે કે, આ બિલ ભાજપનાં ડબલ સ્ટાન્ડર્ડ દર્શાવે છે. ભાજપ વિપક્ષમાં હતો ત્યારે દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપીને ચૂંટાયેલી સરકારને વધારે સત્તાઓ આપવાની તરફેણમાં હતો. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં પણ દિલ્હીને સંપૂર્ણ રાજ્યના દરજ્જાનું વચન આપેલું પણ હવે ભાજપે ગુલાંટ લગાવી દીધી છે. કેજરીવાલને સીધી લડાઈમાં હરાવી નથી શકાતા તેથી ભાજપ સંસદમાં બહુમતીનો દુરૂપયોગ કરીને કેજરીવાલની પાંખો કાપવા મથે છે એ યોગ્ય નથી.

આ બિલ ભાજપની હતાશા દર્શાવે છે

રાજકીય વિશ્લેષકોના મતે, આ બિલ ભાજપની હતાશા દર્શાવે છે. આ બિલ લાવીને  કેજરીવાલને સીધી લડાઈમાં હરાવી શકાય તેમ નથી એવું ભાજપે આડકતરી રીતે સ્વીકારી લીધું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો