GSTV
Gujarat Government Advertisement

ગૌરવ / દેશમાં બનેલી મિસાઈલ અને લડાકૂ વિમાન ખરીદશે ભારત, સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ વધુ એક ડગલું

Last Updated on March 5, 2021 by

સશસ્ત્ર દળો મોર્ડેનેશન માટે 2021-22માં ઘરેલું સંરક્ષણ પ્રાપ્તિ માટે નિર્ધારિત બજેટનો ઉપયોગ લશ્કરી વિમાનો, હેલિકોપ્ટર અને ટાંકીથી લઈને મિસાઇલો સુધીની વિવિધ સૈન્ય હાર્ડવેરની ખરીદી માટે કરવામાં આવશે. સંરક્ષણના ક્ષેત્રમાં સ્વાવલંબન માટે મેક ઈન ઈન્ડિયા શસ્ત્રો અને શસ્ત્ર પ્રણાલીની ખરીદી માટે ભારતે 22 70,221 કરોડ ફાળવ્યા છે, જે લશ્કરી બજેટના લગભગ 63 ટકા નજીક છે.

એક રિપોર્ટ અનુસાર આ ફાળવણીથી MK-1A, લાઈટ કોમ્બેટ હેલીકોપ્ટર્સ (LCHs), બેઝિક ટ્રેનર એરક્રાફટ, અર્જુન MK-1A ટેકંસ, એસ્ટ્રા બિયોન્ડ વિઝ્યૂઅલ રેન્જ મિસાઈલ, પિનાકા રોકેટ સિસ્ટમ અને એન્ટી ટેંક મિસાઈલની ખરીદી સરળ થશે. આત્મનિર્ભર ભારત માટે બજેટની ફાળવણી ખાસ સાબિત થઈ શકે છે. ગત વર્ષે મંત્રાલયે ઘરેલુ ખરીદી પર 51,000 કરોડ ખર્ચ કર્યા, જોકે કુલ સંરક્ષણ બજેટનો 58 ટકા ખર્ચ હતો.

આ કોન્ટ્રાકટ અત્યારસુધીનો સૌથી મોટો સ્વદેશી સોદો

ગત મહિને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને અપાયેલા 83 LCA MK-1A જેટ્સ માટે 48000 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ અત્યારસુઘીનો સૌથી મોટો સ્વદેશી સંરક્ષણ ખરીદીનો સોદો છે. પહેલા Mk-1A વિમાનને ત્રણ વર્ષમાં ભારતીય વાયૂ સેનાને ડિલીવર કરાશે. બાકીનો પૂરવઠો 2030 સુધીમાં કરાશે. આ સોદામાં 73 Mk-1A ફાઈટર જેટ અને 10 LCA Mk-1 ટ્રેનર એરક્રાફટ છે. મિલિટ્રી એપરેશનના પૂર્વ મહાનિદેશક લેફટ્નંટ જનરલ વિનોદ ભાટિયાએ કહ્યુ કે, સ્વદેશી વેપન અને સિસ્ટમ્સ માટે નાંણાની ફાળવણી ગેમ ચેન્જર સાબિત થશે. તેઓએ એ પણ કહ્યુ કે, બહારના હથિયારો અને સિસ્ટમ્સ પર નિર્ભરતા આપણી નબળાઈ છે. જેને સુઘારી શકાય છે. જેનાથી મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન મળશે.

લડાકૂ વિમાનને મોર્ડન કરવાની તૈયારી

ગત સપ્તાહે સંરક્ષણ મંત્રાલયે 13,700 કરોડની ઘરેલૂ સૈન્ય ખરીદીને મંજૂરી આપી છે. જેમાં 118 અર્જૂન Mk-1A ટેંક અને સશસ્ત્ર લડાઇ વાહનો (એએફવી) ને આધુનિક બનાવવાનો પ્રસ્તાવ છે. આ વર્ષે નવી ટેંકો પર 8,380 કરોડ ખર્ચ કરવામાં આવશે, જ્યારે એએફવી પર 5,300 કરોડ. HAL સાથે આ મહિનામાં ભારતીય સેનાને 15 LCH સપ્લાય કરવાનો કરાર થઈ શકે છે. IAF અને આર્મીને મળીને 160 LCHની જરૂર છે. તો ટૂંક સમયમાં 106 ટ્રેનર વિમાન માટે કરાર કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો