Last Updated on March 24, 2021 by
લોકડાઉનના કારણે કેંસલ થયેલી ફેલાઈટસની ટિકિટના પૈસા રિફંડ નથી મળ્યા તો ન થાઓ પરેશાન, આગામી સપ્તાહ સુધીમાં ફ્લાઈટ ટિકિટના પૈસા તમારા ખાતામાં રિફંડ થઈ જશે. જે મુસાફરેને હજુ સુધી લોકડાઉન દરમ્યાન ગત વર્ષે કેંસલ થયેલી ડોમેસ્ટિક ફ્લાઈટો માટેનું રિફંડ નથી મળ્યુ તો તેઓને આગામી સપ્તાહે મળવાની સભાવના છે. જણાવી દઈએ કે, ગત વર્ષે 25 માર્ચે દેશભરમાં લોકડાઉન લાગૂ થયા બાદથી વિમાનોના સંચાલનને રોકવામાં આવ્યુ હતું. દેશભરમાં ડોમેસ્ટિક ફલાઈટોની સેવા 25 મેથી શરૂ થઈ. પરંતુ કેટલાક મુસાફરો એવા છે કે, જેના લોકડાઉન દરમ્યાન ખરીદીલે ટિકિટના પૈસા પરત મળ્યા નથી.
આ બાબતો 225 માર્ચથી 25 મે સુધીની રદ્દ થયેલી ફલાઈટો સંબંધિત છે. જેના માટે એરલાઈન્સે બાદમાં તેના ઉપયોગ માટે બુકિંગ રકમને ક્રેડિટ સેલમાં સ્થાનાંતરીત કરી હતી જેથી લોકો બાદમાં કોઈપણ સમયે ટિકિટ બુક કરાવી શકે. સૂપ્રિમ કોર્ટના આદેશમાં કહેવાયુ છે કે નાણાકીય સંકટમાં વિમાન કંપનીઓ 31 માર્ચ 2021 સુધી ક્રેડિટ સેલમાં રિફંડ રકમ રાખી શકે છે. જો મુસાફરોએ માર્ચના અંત સુધીમાં ક્રેડિટ સેલનો ઉપયોગ નથી કર્યો તો એરલાઈન્સ રોકડ રકમ પરત કરશે.
તો આંતરરાષ્ટ્રીય બૂકિંગ માટે એરલાઈન્સ અને ટ્રાવેલ એજન્ટ દ્વારા કોર્ટે ઓકટોબરના આદેશના 15 દિવસની અંદર રકમ મુસાફરોને પરત કરવી પડશે. ગત ડિસેમ્બરમાં સરકારે કહ્યુ કે, એરલાઈન્સે આવી પ્રકારના લગભગ ત્રણ-ચતુર્થાઉંસ ટિકિટ પરત કરી છે. પરંતુ કેટલાક મુસાફરોને હજુ પણ પોતાની રિફંડની સ્થિતી પર કોઈ સ્પષ્ટતા નથી.
શું છે સમગ્ર બાબત ?
25 માર્ચથી 24 મે 2020 સુધીના લોકડાઉન દરમિયાન હવાઈ મુસાફરોએ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. પરંતુ જ્યારે લોકડાઉનને કારણે ફ્લાઇટની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી, ત્યારે આ મુસાફરોએ તેમની ફ્લાઇટ ટિકિટ રદ કરી હતી અથવા તેમની ટિકિટ રદ કરવામાં આવી હતી. આ પછી, મુસાફરોએ એરલાઇન્સ પાસેથી કેન્સલ ફ્લાઇટ ટિકિટના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું. એરલાઇસે મુસાફરોને ટિકિટ કેન્સલ નાણાં આપવાનો ઇનકાર કરવાનું શરૂ કર્યું હતું. એરલાઇસે મુસાફરોને પૈસાના બદલામાં ક્રેડિટ શેલ ઓફર કરવાનું શરૂ કર્યું, પૈસાના બદલામાં તેઓ પછીથી ટિકિટ બુક કરાવી શકશે.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31