GSTV
Gujarat Government Advertisement

પતિ સાથે શા-રીરિક સ@બંધના આગલા દિવસે મને યુરિનરી ઇન્ફેક્શન થઈ ગયું, ગુદામાં રહેલા બેક્ટેરિયાએ ભારે કરી

Last Updated on March 24, 2021 by

હું નવપરિણીતા છું. પતિ સાથે શા-રીરિક સં-બંધના આગલા દિવસે મને યુરિનરી ઇન્ફેક્શન થઈ ગયું. આમ શા માટે થયું? તે પ્રશ્ન મને ફરી હેરાન કરે નહીં, એ દ્રષ્ટિથી મારે બચાવ માટે ઉપાય કરવા પડશે? મારા પતિ બિલકુલ સ્વસ્થ છે અને તેને કોઈ યુરિનરી ઇન્ફેક્શન નથી. મહેરબાની કરી અમને યોગ્ય માર્ગદર્શન આપો.

શા-રીરિક વાસ્તવિકતા જ સ્ત્રીનાં મૂત્રાશયમાં ચેપનું કારણ બને

યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (યુ.ટી.આઈ.) સ્ત્રીજીવનની સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા ઘણી સ્ત્રીના શા-રીરિક બંધારણ સાથે જોડાયેલી હોય છે. મૂત્રનળી (યુરેથ્રા) કુદરતી રીતે યોનિની બિલકુલ સાથે જોડાયેલી હોય છે. એ કારણે કામકીડા વખતે તેને થોડીઘણી અસર થવાનો ડર રહે છે. ઉંમરલાયક સ્ત્રીમાં યુરેથ્રાની કુલ લંબાઈ માત્ર દોઢ ઇંચની હોય છે. તેના કારણે મૂત્રછિદ્ર દ્વારા બેક્ટેરિયા સહેલાઈથી મૂત્રાશયમાં ઘૂસી શકે છે. ભાગમાં સ્થિત હોવાને કારણે મૂત્રછિદ્ર ગુદાની નજીક છે અને પરિણામે ગુદામાં રહેલા બેક્ટેરિયા સહેલાઈથી મૂત્રછિદ્ર સુધી પહોંચી જઈ શકે છે. આ શારીરિક વાસ્તવિકતા જ સ્ત્રીનાં મૂત્રાશયમાં ચેપનું કારણ બને છે.

નવપરિણીતામાં અતિશય જાતીય સક્રિયતાને કારણે મૂત્રનળીમાં ચેપની શક્યતા વધુ

પરિણીત જીવનની શરૂઆતમાં ઘણી સ્ત્રીઓના હાથોની મેંદી પણ ઊતરી હોતી નથી કે તે બીમારી તેને ઘેરી લે છે. નવપરિણીતામાં અતિશય જાતીય સક્રિયતાને કારણે ખરેખર મૂત્રનળીમાં ચેપની શક્યતા વધુ હોય છે. મોટી ઉંમરના જીવનની સરખામણીમાં આ વધુ હોય છે એટલે આ બીમારી હનીમૂન સિસ્ટાઈસિસના નામથી પણ ઓળખાય છે.

નહાતી વખતે શરીરના અંગોની જેમ ગુપ્તાંગની સફાઈ પરત્વે ધ્યાન આપો

યુ.ટી.આઈ. તરફ બચપણથી જ સજાગ અને સતર્ક રહેવું જરૂરી છે. કેટલાક સરળ નિયમ અપનાવી તેનાથી બચી શકાય છે. બચપણથી વ્યક્તિગત સ્વચ્છતા અને તનની સંભાળ પર ધ્યાન આપવું જરૂરી છે. સ્નાનના સમયે શરીરનાં અન્ય અંગોની સફાઈની સાથે ગુપ્તાંગની સ્વચ્છતા પ્રતિ સજાગ રહો. આંતરવસ્ત્રો સુતરાઉ હોય, નાઈલોનનાં નહીં. જેથી જનનાંગીય વિસ્તારમાં આવતો પરસેવો અને સામાન્ય સ્રાવને સહેલાઈથી ચૂસી લઈ શકે અને બેક્ટેરિયાને માટે અનુકૂળ પરિસ્થિતિ ન મળી શકે. બાથરૂમ જવાની ઇચ્છા થાય ત્યારે તરત ઊભા થઈ જવું. ઘણીવાર કામના લીધે આપણે હાજતને રોકી રાખીએ તે બરાબર નથી. મૂત્ર રોકવાથી બેક્ટેરિયા વધી જવાનો સંભવ રહે છે.

ક્યારેક યુ.ટી.આઈ. થાય ત્યારે તરત ડોક્ટર પાસેથી ઈલાજ કરાવવો જરૂરી

છતાં પણ જો ક્યારેક યુ.ટી.આઈ. થાય ત્યારે તરત ડોક્ટર પાસેથી ઈલાજ કરાવવો જરૂરી છે. આ ઈલાજમાં ઘણી એન્ટિબાયોટિક દવાઓ અસરકારક છે. તેનો પૂરો લાભ ત્યારે જ મળે છે, જ્યારે દવા પૂરી માત્રામાં, નિયમ પ્રમાણે લેવાય. અધૂરી માત્રામાં દવા લેવી ભયજનક હોય છે, કારણ કે તેનાથી અનેક રોગ માત્ર દબાઈ જાય છે, ખતમ થતાં નથી અને બીમારી થોડા દિવસ પછી પહેલાંથી વધુ ગંભીર રૂપ લઈને પાછી આવે છે. સામાન્ય રીતે દવા ૧૦-૧૪ દિવસ સુધી લેવી પડે છે, પરંતુ ક્યારેક ત્રણથી છ અઠવાડિયાં સુધી લેવાની જરૂર રહે છે. ઘણી માત્રામાં પાણી પીવું પણ ફાયદાકારક છે. તેનાથી કિડનીમાં મૂત્ર બનવાની ગતિ વધે છે. વધુ માત્રામાં મૂત્ર બનવાથી મૂત્રીય પ્રણાલીની ઝટઝટ સફાઈ થતી રહે છે અને મૂત્રની સાથે બેક્ટેરિયા શરીરમાંથી બહાર ફેંકાય છે. દિવસમાં ૮-૧૦ ગ્લાસ પાણી પીવાથી દ્રષ્ટિ માટે પણ ઉત્તમ સાબિત થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો