GSTV
Gujarat Government Advertisement

ડાર્ક વોચર્સ : 300 વર્ષોથી કેલિફોર્નિયાના સેન્ટા લૂસિયા માઉન્ટેંસના પહાડો પર દેખાતા પડછાયાઓનો ભેદ અકબંધ, ફફડી જાય છે લોકો

ડાર્ક

Last Updated on March 18, 2021 by

કેલિફોર્નિયામાં લોકો અનેક પડછાયાથી પરેશાન છે. અહીં અજીબ પડછાયા જોવા મળે છે. ક્યારેક હેટ અને ક્યારેક જેકેટ જેવા કપડામાં સેન્ટા લૂસિયા માઉન્ટેન્સ પર ફરતી કે પછી લોકો તરફ જોતી જોવા મળે છે. ઘણીવાર આ પડછાયા આકાશમાં ઉડતા જોવા મળે છે. કેટલીક સેકેંડ્સ સુધી દેખાયા બાદ અચાનક ગાયબ થઈ જાય છે. છેલ્લા 300 વર્ષમાં આ પહાડો પર જનારા હાઈકર્સ તેને સતત જોઈ રહ્યાં છે.

ડાર્ક

શું છે ડાર્ક વોચર્સ

આ પડછાયાને કેલિફોર્નિયામાં ડાર્ક વોચર્સ કહેવામાં આવે છે. આ પડછાયા ધુંધળા હોય છે. 10 ફુટ સુધીની લંબાઈ સાથે આ મોટેભાગે હેટ કે ટોપીની સાથે જેકેટ પહેરેલા જોવા મળે છે. મોટાભાગે આ બપોર બાદ કે તે બાદ અંધારું થતા પહેલા સુધી જોવા મળે છે. કેલિફોર્નિયાના સેન્ટા લૂસિયા માઉન્ટેંસના પહાડો પર છેલ્લા 300 વર્ષોથી હાઈકિંગ માટે જનારા લોકોને આ પડછાયા જોવા મળે છે. તેમણે તેને ડાર્ક વોચર્સ વિશે ઘણીવાર જણાવ્યું છે. જોકે અત્યાર સુધીમાં આ ડાર્ક વોચર્સને કોઈ નુકસાન નથી પહોંચ્યું છે.

મનોવૈજ્ઞાનિકોનો મત

મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ડાર્ક વોચર્સ જેવી કોઈ વસ્તુ નથી. ખરેખર આ પહાડો પર રોશની અને અંધારાના કારણે બનતી આકૃતિઓને ડરામણો પડછાયો ગણી લેવામાં આવે છે. આ તેમના મનનો વહેમ માત્ર છે. આ પેરીડોલિયાનો કેસ હોઈ શકે છે.

ડાર્ક

શોધકર્તાઓનો મત

કેટલાક શોધકર્તાઓનો મત છે કે આ પડછાંયા પહાડની સ્થિતિ, રોશની, વાદળોના કારણે બને છે. જેને લોકો ડાર્ક વોચર્સ કહેવા લાગ્યા છે. આ બપોર બાદ જોવા મળે છે કારણ કે સુર્યની સ્થિતિ એવી હોય છે કે જેનાથી પડછાંયા બનવા લાગે.

હાર્જ માઉન્ટેન નજીક પણ જોવા મળે છે

આવી જ બાબત હાર્જ માઉન્ટેન નજીક રહેતા જર્મનીના સ્થાનિક લોકો પાસે પણ સાંભળવા મળે છે. તેઓ કહે છે કે તેમને પણ સેંકડો વર્ષોથી પીક પર આવા ડાર્ક વોચર્સ જોવા મળે છે. પરંતુ સામાન્ય રીતે એવું ત્યારે થાય છે જ્યારે પહાડો પર વાદળો હોય છે અને સુર્ય વિપરિત દિશામાં હોય છે.

ડાર્ક

આ છે કારણ

કેટલાંક પડછાંયા પર સતરંગી હેલો પણ જોવા મળે છે. આ પાણીના ટીપાંથી પરાવર્તિત થઈને સુરજની રોશનીના કારણે બને છે. હાર્જ માઉન્ટેન પર આ પ્રક્રિયા સામાન્ય છે. કારણ કે ત્યાં ધુંમ્મસ, વાદળના કારણે હંમેશા ઝાકળના બિંદુઓ રહે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો