Last Updated on February 26, 2021 by
દેશની વડી અદાલતે શુક્રવારે એક સૈન્ય અધિકારીને તેની પત્ની સાથે છૂટાછેડા મંજૂર કરતા કહ્યુ હતું કે, જીવનસાથી વિરુદ્ધ માનહાનિકારક ફરિયાદ કરવી અને તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવી માનસિક ક્રૂરતા સમાન છે. ન્યાયમૂર્તિ એસ.કે.કૌલના નેતૃત્વવાળી ખંડપીઠે કહ્યુ હતું કે, ઉત્તરાખંડ હાઈકોર્ટે તૂટેલા સંબંધને મધ્યમવર્ગિય વૈવાહિક જીવનની સામાન્ય ટૂટ-ફૂટ ગણાવેલા નિર્ણયમાં ખામી છે.
આ ખંડપીઠે જણાવ્યુ હતું કે, આ નિશ્ચિતપણે પ્રતિવાદી દ્વારા અપીલકર્તા વિરુદ્ધ ક્રૂરતાનો મામલો છે અને હાઈકોર્ટના નિર્ણયને સાઈડમાં કરીને તથા પરિવાર કોર્ટના નિર્ણય લાગૂ કરવા માટે યોગ્ય રીતે જોઈ શકાય છે. તદઉપરાંત અપીલકર્તા પોતાના લગ્ન ખતમ કરવા હકદાર છે અને વૈવાહિક અધિકારની પુન: સ્થાપનાની પ્રતિવાદીની અરજી નામંજૂર હોવાનું માનવામાં આવે છે. તદનુસાર, આ આદેશ આપવામાં આવ્યો છે.
2006માં સૈન્ય અધિકારી સાથે થયા હતા લગ્ન
સૈન્ય અધઇકારીએ એક સરકારી સ્નાતકોત્તર કોલેજમાં સભ્ય રહેલી પોતાની પત્ની પર માનસિક ક્રૂરતાનો આરોપ લગાવીને છૂટાછેડા માગ્યા હતા. બંનેના લગ્ન 2006માં થયા હતા. તેઓ થોડા સમય માટે સાથે રહ્યા હતા. પણ લગ્નની શરૂઆતથી બંને વચ્ચે મતભેદો શરૂ થયા અને તેઓ 2007માં અલગ થઈ ગયા.
સેનાના અધિકારીએ પત્ની પર લગાવ્યો ગંભીર આરોપ
સેનાના અધિકારીએ પોતાની પત્ની પર માનસિક ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યુ હતું કે, અલગ અલગ જગ્યાએ તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. કોર્ટે આ મામલે કહ્યુ હતું કે, જ્યારે જીવનસાથીની પ્રતિષ્ઠા તેમના સહકર્મી, તેમના વરિષ્ઠો અને સમાજની વચ્ચે મોટા પાયે નુકસાન પહોંચાડે છે, તો પ્રભાવિત પક્ષથી આવા આચારણમાં માફી આપવી મુશ્કેલ ભર્યુ થાય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31