Last Updated on March 19, 2021 by
અવાર નવાર તમે સાંભળ્યું હશે કે, ડેરી સેક્ટરમાં સારી કમાણી છે અને તે વાત પણ સાચી છે. આ સેક્ટરમાં સારી કમાણી છે. પરંતુ તેમાં તમારે ઘણી મહેનત કરવી પડે છે. જો તમે મહેનત કરવા માટે તૈયાર છો તો તમે સરળતાથી ડેરી સેક્ટરમાં પૈસા રોકી શકો છો અને સારો નફો પણ રળી શકો છો. ખાસ વાત તો એ છે કે, આ સેક્ટરમાં બિઝનેશ શરૂ કરવા માટે તમને સરકારની પણ મદદ મળે છે. તેવામાં તમારે રોકાણ પણ ઓછું કરવું પડશે. જો તમે ડેરી સેક્ટરમાં બિઝનેશ શરૂ કરવા માંગો છો તો તમારી પાસે કોઈ ઓપ્શન છે. આમાંથી તમે કોઈ પણ ઓપ્શન અપનાવીને સરળતાથી બિઝનેશ કરી શકો છો. તેવામાં અમે તમને આ સેક્ટરમાં જોડાયેલા ત્રણ બિઝનેશ આઈડિયા આપી રહ્યાં છીએ.
દૂધ પ્રોડક્ટનો બિઝનેશ
આ બિઝનેશમાં તમારે ગાય કે ભેંસની આવશ્યક્તા હોય છે. તેમાં મહત્વનું કામ મિલ્ક પ્રોડક્શનનું હોય છે. સીધી ભાષામાં સમજીએ તો તમે ગાય કે ભેંસ ખરીદીને દુધ વેચવાનું કામ શરૂ કરી શકો છો. જો તમે દૂધ સહિતની બીજી પ્રોડક્ટ પણ વહેચી શકો છો. જો તમે આ બિઝનેશમાં ઉન્નતી કરવા માંગતા હોવ તો તમે સરળતાથી સારી કમાણી કરી શકો છો. ખાસ વાત તો એ છે કે તેના માટે તમારે એક જગ્યા લેવાની રહેશે અને સાથે કામ કરવા માટે માણસોની આવશ્યક્તા પણ રહેશે.
દૂધ કલેક્શન સેન્ટર
કલેક્શન સેન્ટરનું કામ હોય છે કે તે દરેક ગામમાંથી દૂધ એકઠુ કરે છે અને પછી તે પ્લાન્ટ સુધી મોકલે છે. ઘણા કલેક્શન સેન્ટરમાંથી ખુદ પશુપાલકો જ કલેક્ટ કરી લે છે. જ્યારે કોઈ જગ્યાએ લોકો ખુદ કલેક્શન સેન્ટર ઉપર દૂધ દેવા માટે આવે છે. તેવામાં તમે ગામમાંથી દૂધ ખરીદો છો અને શહેરોમાં વેચો છો. તે સિવાય તમે દૂધ એકઠુ કરીને તે ક્ષેત્રોમાં મોકલી દો જ્યાં દૂધની ખપત વધારે હોય. કલેક્શન સેન્ટરનું કામ હોય છે કે તે દૂધના ફેટને માપીને તેને અલગ અલગ કન્ટેનરમાં સ્ટોર કરે છે અને પછી ત્યાંથી તે દૂધ કંપનીઓમાં મોકલવામાં આવે છે. જો કે, દૂધમાં હાજર ફેટ અને એસએનએફના આધાર ઉપર તેના ભાવ નક્કી થાય છે. કોઓપરેટિવ દૂધના જે ભાવ નક્કી કરે છે તે 6.5 ટકા ફેટ અને 9.5 ટકા એસએનએફનો હોય છે.
બીએમસી ખોલીને પેસા કમાઓ
બીએમસીનું ફુલ ફોર્મ બલ્ક મિલ્ક કુલર છે અને તેનો પ્લાન્ટ લગાવવામાં આવે છે. જો કે, એક સેન્ટર હોય છે જ્યાં કોઈ ગ્રામીણ વિસ્તારમાં એક પ્લાન્ટ લગાવવામાં આવે છે અને પશુપાલકો ત્યાં જઈને દૂધ આપી દે છે. આ પ્લાન્ટમાં મશીનોના માધ્યમથી દૂધને ખરાબ થવાથી બચાવી શકાય છે. તે બાદ તેને ડેરી કે વેચવા માટે મોકલવામાં આવે છે. તેના માટે અલગથી મશીનો આવે છે અને આ મશીનોના માધ્યમથી દુધ ઠંડુ કરવામાં આવે છે. આ મશીન માટે સરકાર પૈસા આપે છે અને સરકારની મદદથી બીએમસી ખોલી શકાય છે. જેમાં ઘણી કમાણી થઈ શકે છે.
ડેરી માટે મળે છે લોન
કેન્દ્ર સરકારની ડેરી ઉદ્યમિતા વિકાસ યોજના સિવાય રાજ્ય સરકારે પણ પોતાના સ્તર ઉપર તેના વિકાસના કાર્યક્રમો ચલાવી રહી છે. જેમાં 25થી લઈને 90 ટકા સુધી સબસિડી છે. કેન્દ્ર સરકાર નાબાર્ડના માધ્યમથી પશુપાલનને મદદ આપે છે. ડેરી ઉદ્યમિતા વિકાસ યોજના હેઠળ પશુ ઉપર 17750 રૂપિયાની સબસીડી મળે છે. મિલ્ક પ્રોડક્ટ બનાવવાના મશીન માટે પણ પૈસા મળે છે. જો કે, તેના માટે તમારે ગાય, ભેંસ ખરીદીને પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31