Last Updated on March 24, 2021 by
ટીકડ ગામે હાઈવે પરથી જતી ટ્રક ઊપર વીજળી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભીલવાડાથી પસાર થતા જયપુર-કોટા હાઇવે પર હનુમાનનગરમાં મંગળવારે રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રકમાં 450 જેટલા ઘરેલું ગેસની બોટલ હતી. વીજળી પડતાં ટ્રક પલટી ગઈ હતી અને જેને કારણે તેમાં આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગવાને કારણે તેમાં રહેલા ગેસના બાટલા વારાફરતી ફાટવા લાગ્યા હતા. બુધવારે સવારે ઘટનાસ્થળ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
લગભગ 15 કલાક પછી પણ NH-52 હાઈવે બંધ છે
સિલિન્ડર ભરેલી ટ્રક નસીરાબાદથી કોટાના ભવાનીમંડી તરફ જઇ રહી હતી. ગેસના બાટલા ભરેલી ટ્રકમાં જ આગ લાગતાં બોટલોના વિસ્ફોટને પરિણામે નજીક જઈ શકાય તેમ નહોતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે લગભગ 15 કલાક પછી પણ NH-52 હાઈવે બંધ છે. ટ્રકમાં રહેલા તમામ સિલિન્ડરમાં એક પછી એક વિસ્ફોટો થયા હતા. વિજળી પડતાં આગ લાગવાને પરિણામે ટ્રકમાં રહેલા સિલિન્ડર્સ એક પછી એક ફાટવા લાગ્યાં હતાં. બુધવારે સવારે કોટા, અજમેર અને જયપુર જતા મુસાફરોને રોકી દેવામાં આવ્યા હતા. તેમને ડાઇવર્ટ કરીને જહાજપુરથી બસોલીના વળાંકથી મોકલાયા હતા.
આગની અગન જ્વાળાઓ દૂર સૂદૂર સુધી નજરે પડી હતી
આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે આગની અગન જ્વાળાઓ દૂર સૂદૂર સુધી નજરે પડી હતી. સ્થાનિક પોલિસ પણ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પહોંચી ગઈ હતી પરંતુ સિલિન્ડરના વારાફરતી વિસ્ફોટને કારણે ફાયરબ્રિગેડ કે પોલિસ પણ નજીક જઈ શકે તેવી સ્થિતિમાં નહોતી. અકસ્માત એટલો ગંભીર હતો કે આગની જ્વાળાઓ લગભગ 5થી 7 કિમી દૂર સુધી નજરે પડી રહી હતી. દેવલીનગર પાલિકાના ફાયર વિભાગમાં કાર્ય કરતા દિનેશે કહ્યું હતું કે ઘટનાસ્થળથી લગભગ 150 મીટર દૂર ઊભા રહેવું પણ જોખમી હતું. ફાયરબ્રિગેડની ટીમ પણ ટ્રકની નજીક જઈ શકે તેવી પરિસ્થિતિમાં નહોતી. ગેસ કંપનીના કર્મચારીઓને પણ બોલાવી લેવાયા હતા. જે પછીથી આસપાસના વિસ્તારોમાંથી સિલિન્ડર્સના ટુકડાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલુ છે. અકસ્માતમાં ઘાયલ ટ્રકડ્રાઈવર અને કંડક્ટરની દેવલી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
રાત્રે 8 કલાકે આવી ભયંકર દુર્ઘટના સર્જાઈ
રાત્રિના આઠ વાગ્યાની આસપાસ સુમારે ટીક ગામના વળાંક નજીક પસાર થઈ રહેલી ટ્રક પર ધડાકાભેર વીજળી પડી હતી. જેને કારણે ટ્રક બેકાબૂ થઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ટ્રકમાં આગ ફાટી નીકળી હતી અને એમાં રહેલા સિલિન્ડર્સમાં એક પછી એક આગ લાગવા માંડી હતી. આ અકસ્માતને પગલે હાઇવે, ટીકડ સહિતનાં ગામડાંમાં ખળભળાટ મચી ગયો હતો. વિસ્ફોટની સાથે સિલિન્ડર્સ ટુકડાઓ એક કિલોમીટર દૂર ઊછળી રહ્યાં હતાં. દુર્ઘટનામાં 35 વર્ષીય ટ્રકચાલક સતરાજ મીણા આગની જ્વાળામાં શરીરના વિવિધ ભાગે દાઝવા છતાં પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31