Last Updated on March 20, 2021 by
આપણને કોઈપણ માહિતી જોઈએ કે, કોઈ પણ સવાલનો જવાબ ગોતવો છે તો Google બાબાની યાદ આવે છે. ઈન્ટરનેટના આ દિવસોમાં ફિલ્મથી લઈને બેન્કીંગ સુધી તમામ પ્રકારની જાણકારી Google Search સુધી જવા લાગી છે. જો કે એક ખરાબ આદત તમને મોટી મુસબીતમાં મુકી શકે છે. ગૂગલમાં મળનારી તમામ જાણકારી સમગ્ર રીતે સાચી હોતી નથી. જો કે, ગૂગલ સર્ચ આપણી આદતોનો ફાયદો ઉઠાવીને આપણા બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.
1 ગૂગલ ઉપર કસ્ટમર કેર નંબર ગોતવો
કોઈપણ કંપનીનો કસ્ટમર કેર નંબર ગૂગલ ઉપર સર્ચ કરવા ઉપર મનાઈ કરવી જોઈએ. ઘણી વખત જોવા મળ્યું છે કે, ગૂગલ સર્ચમાં આવનારા નંબર કંપનીનો નહીં પણ ધોખાધડી કરનારાઓનો હોય છે. આ નંબર ઉપર કોલ કરવાનો અર્થ છે પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારવી. જો તમને કોઈ કસ્ટમર કેર નંબર જોઈએ છે તો હંમેશા કંપનીની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જાઓ.
2 ચેક કરી લો બેંકો સાથે જોડાયેલા URL
કોઈ પણ બેંકીંગ વેબસાઈટ ઉપર જતા પહેલા તેનુ યુઆરએલ સારી રીતે વેરીફાઈ કરી લો. ઘણી વખત દગાખોરો બેંકો જેવી દેખાતી વેબસાઈટ તૈયાર કરી લે છે અને તમે તે લીંક ખોલીને પોતાની ડિટેલ્સ નાંખો છો તો એકાઉન્ટ ખાલી થયુ ગયુ તેમ સમજવું. તે સિવાય ઘણી વખત સરકારી યોજનાઓના નામે પણ નકલી વેબસાઈટ બનાવવામાં આવે છે.
3 ગૂગલ ઉપર સર્ચ ન કરો એપ્સ અને સોફ્ટવેર
જો તમે તમારા ફોનમાં કોઈ એપ કે સોફ્ટવેર જોઈએ છે તો હંમેશા પ્લે સ્ટોરમાંથી જ ડાઉનલોડ કરો. જોવા મળ્યું છે કે, ઘણા લોકો આવી એપ્સને ગૂગલમાંથી ડાઉનલોડ કરે છે. જે પ્લે સ્ટોરમાંથી નથી મળતી. આવી રીતે એપ્સ ફોનમાં ડાઉનલોડ થયા બાદ તમારા પર્સનલ અને ફાઈનાન્શિયલ ડેટાને ચોરી શકે છે.
4 દવા અને સારવાર માટે સર્ચ કરવું
ઘણા લોકો પોતાની બીમારીની સારવાર અને દવાઓ માટે ગૂગલ ઉપર સર્ચ કરે છે. જરૂરી નથી કે ગૂગલ ઉપર બતાવવામાં આવેલી સારવાર અને દવાઓ તમારા માટે સારી રીતે કામ કરે. કોઈ પણ બિમારી થવા ઉપર હંમેશા ડોક્ટરની સલાહ લો. ગૂગલના જણાવેલી સારવારથી તમારે નુકશાની વેઠવાનો પણ સમય આવી શકે છે.
5 શેર માર્કેટ ટિપ્સ ઉપર ન કરો ભરોસો
ઘણા લોકો જલ્દી અમીર બનવાની કોશિશમાં ગૂગલ ઉપર શેર માર્કેટ ટિપ્સ અને કરોડપતિ બનવાની રીત શોધે છે. કેટલાક લોકોને આ ટિપ્સ મળી જાય છે તો તે આંખ બંધ કરીને તેના ઉપર ભરોસો કરી લે છે. આવી રીતે ઈનવેસ્ટ કરવા ઉપર તમને મોટું નુકશાન થઈ શકે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31