GSTV
Gujarat Government Advertisement

હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ

Last Updated on March 3, 2021 by

આયુર્વેદમાં લીમડાને ખૂબ જ ગુણવાન ઔષધી માનવામાં આવ્યો છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં તેનો ઉપયોગ કારગર મનાય છે. લીમડો એક એવો છોડ છે જેનો પ્રત્યેક ભાગ સ્વાસ્થ્યથી જોડાયેલી પરેશાનીઓને દૂર કરવામાં કામ આવે છે. લીમડાના પાંદડા, ડાળી, છાલ, બીજ ફળ અથવા ફૂલનો ઉપયોગ પારંપરિક આયુર્વેદિક ઉપચાર વિભિન્ન બીમારીઓને દૂર કરવા માટે કરાય છે. આયુર્વેદ અનુસાર લીમડાના પાંદડા આપણા પીત્ત અથવા ન્યૂરોમસ્કુલર વિકારોને સંતુલિત કરવામાં વિશેષરૂપથી મહત્વપૂર્ણ છે.

ઈમ્યૂન સિસ્ટમ

લીમડાના પાંદડા એંટીમાઈક્રોબિયલ, એંટીવાયરલ અને એંટીઑક્સીડેન્ટ ગુણોથી ભરપુર હોય છે. તેને ચાવવાથી સંરક્ષણ સિસ્ટમ મજબુત થાય છે. તે પાંદડા મપક્ત કણોથી થનારા નુકશાનને રોકી શકે છે. જેથી સામાન્ય ફ્લૂને લઈને કેંસર અથવા હ્રદય રોગ જેવી બીમારીઓનુ જોખમ ઓછુ થઈ શકે છે. લીમડાના પાંદડા બેક્ટેરિયાને નષ્ટ કરી શકે છે. અને તમારી ઈમ્યૂનિટીને બૂસ્ટ કરી શકે છે.

પાચનમાં સુધારો કરે છે

લીવર માટે લીમડાના પાનને સારા માનવામાં આવે છે. તે પાચનને સ્વચાલિતરૂપથી વધારે છે. પ્રત્યેક દિવસ લીમડાના સેવનથી આંતરડાના ક્ષેત્રમાં રહેલા વધારાના બેકટેરિયાને ખતમ કરે છે. અને તમારા કોલોનને સાફ કરે છે. જેથી તમારા પાચનને સાકુ બનાવવામાં મદદ મળી શકે છે.

સ્કિન

સ્કિન માટે લીમડો ખૂબ લાભકારી મનાય છે. લીમડાના પાનનું સેવન કરવાથી ઝેર દૂર થઈ શકે છે. લીમડાના પાનના ઉપયોગથી લોહી શુદ્ધ થાય છે, જે આપણને શુદ્ધ ત્વચા આપે છે.

લીમડાના પાનમાં મજબૂત એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ચેપ, બળતરા અને ત્વચાની કોઈપણ પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં ખૂબ અસરકારક છે. લીમડાનાં પાન અને હળદરની પેસ્ટનો ઉપયોગ જંતુના કરડવાથી, ખંજવાળ, ખરજવું, રિંગ વોર્મ્સ અને ત્વચાની કેટલીક હળવા રોગોની સારવાર માટે થઈ શકે છે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો