Last Updated on February 26, 2021 by
સ્વાદ વધારવાની સાથે સાથે મીઠો લીમડો કેટલાય ગુણોથી ભરપૂર હોય છે. મીઠા લીમડામાં કેટલાય પ્રકારના વિટામિન્સ હોય છે. જેમ કે, વિટામીન એ, બી અને સી. આ ઉપરાંત કેલ્શિયમ અને આયરન પણ ભરપૂર માત્રામાં હોય છે. આવો જાણીએ આ મીઠો લીમડો કેટલી રીતે ઉપયોગી છે.
- મીઠા લીમડામાં કારબાઝોલ નામનું કંપાઉંડ હોય છે. તેમાં એન્ટીઓક્સિડેંટ, એંટીબૈક્ટિરિયલ, એંટીઈંફ્લેમેટરી અને એન્ટી કેંન્સર ગુણ હોય છે. લિનો લૂલ નામનું કંપાઉંડ પણ હોય છે, જે બેક્ટેરિયાને ખતમ કરે છે અને ફ્રી રેડિકલ્સથ છૂટકારો અપાવે છે.
- એક સ્ટડી અનુસાર મહાનિમ્બિસિન નામનું કંપાઉંજ જે મીઠા લીમડાથી મળી આવે છે કે, ઘાને ભરવામાં ખૂબ મદદ કરે છે.
- મીઠો લીમડો વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. એક સ્ટડી અનુસાર મીઠા લીમડામાં અમુક તત્વો હોય છે, જે બોડી કોલેસ્ટ્રોલનું લેવલ મેન્ટેન કરે છે.
- અલગ અલગ સંશોધનમાં એવું સામે આવ્યુ છે કે, મીઠો લીમડો ગ્લૂકોઝ લેવલ ઓછુ કરવામાં ખૂબ સહાયક બને છે.
- તેમાથી મોટી માત્રામાં વિટામીન એ મળી આવે છે. જે આંખોની રોશની માટે ખૂબ સારૂ ગણાય છે.
- મીઠો લીમડો કેટલીય ચામડી સંબંધિત સમસ્યાઓ, જેમ કે, રૈશેઝ, મીઝલ્સ, સ્વેલિંગથી છૂટકારો અપાવે છે.
- તેમાં આયરન અને ફોલિક એસિડની સારી એવી માત્રા હોય છે. એટલા માટે એનિમિયાથી છૂટકારો અપાવા અને લોહીમાં હિમોગ્લોબિનનું લેવલ વધારવામાં સારી એવી ભૂમિકા ભજવે છે.
- મીઠો લીમડો રેડિયોથેરેપી અને કિમીથેરેપીની સાઈડ ઈફેક્ટસને દૂર કરે છે.
- પ્રેગ્નેંસી દરમિયાન થતી મોર્નિંગ સિકનેસથી પણ છૂટકારો અપાવે છે.
- મીઠો લીમડો વાળને ઝડમાંથી મજબૂત કરે છે અને ડૈડ્રંફથી છૂટકારો આપે છે. વાળને કાળા રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી જરૂર લાગે છે, ભોજનમાં પણ વાપરી શકો અને વાળમાં રસ લગાવી પણ શકો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31