GSTV
Gujarat Government Advertisement

ઈતિહાસમાં હાલ ટ્વિન્સ પેદા થવાનું પ્રમાણ સૌથી ઊંચા દરે,વિશ્વમાં વર્ષે 16 લાખ જોડિયા બાળકોનો જન્મ

જોડિયા

Last Updated on March 15, 2021 by

સંશોધકોએ તારણ રજૂ કર્યું છે કે જગતમાં અત્યારે જોડિયા બાળકો જન્મવાનું પ્રમાણ ઈતિહાસમાં સૌથી ઊંચુ છે. અત્યારે દર 42 ડિલિવરીમાંથી એક જન્મ જોડિયાનો હોય છે. આ પ્રમાણ કોઈ એક દેશ કે એક જ્ઞાાતિ-જાતિ પુરતું મર્યાદિત નથી. સંશોધકોએ 1980થી આજ સુધીના વિવિધ 165 દેશોમાં જન્મેલા બાળકોનો અભ્યાસ કર્યો હતો. તેના આધારે જાણી શકાયું કે અત્યારે જોડિયા બાળકોની ડિલિવરીની બોલબાલા છે.

જોડિયા

જગતમાં વર્ષે સરેરાશ 16 લાખ જોડિયા બાળકો જન્મે છે

જગતમાં વર્ષે સરેરાશ 16 લાખ જોડિયા બાળકો જન્મે છે. 1980ના અરસામાં દર હજારમાંથી 9 ડિલિવરી જોડિયાની થતી હતી, એ વધીને અત્યારે 12 થઈ ગઈ છે. આ અંગેનો અભ્યાસ લેખ મેડિકલ જર્નલ ‘હ્યુમન રિપ્રોડક્શન’માં પ્રગટ થયો હતો.

જોડિયા

ઈતિહાસમાં અત્યારે ટ્વિન્સ પેદા થવાનું પ્રમાણ સૌથી ઊંચા દરે

જોડિયા બાળકો શા માટે વધુ જન્મે છે, તેનું કોઈ ચોક્કસ કારણ નથી. પણ યુરોપ-અમેરિકા પુરતું સંશોધકોનું તારણ છે કે ત્યાંનો સાધન-સંપન્ન વર્ગ ફર્ટિલિટી દ્વારા બે બાળકો પેદા કરાવી રહ્યા છે. ઈન વિટ્રો ફર્ટિલાઝેશન (ટેસ્ટ ટયુબ બેબી) પદ્ધતિથી જોડિયાને જન્મ આપવો સાવ અશક્ય નથી. એ ઉપરાંત હોર્મોન્સની સારવાર દ્વારા પણ જોડિયા બાળ જન્મ કરાવી શકાય છે. જોડિયા જન્મનું વધવાનું પ્રમાણ સૌથી વધારે 71 ટકા ઉત્તર અમેરિકામાં વધેલું જોવા મળ્યું હતું.

એ પછી યુરોપમાં 60 ટકા અને એશિયામાં 32 ટકા વૃદ્ધિ જોવા મળી છે. સંશોધકોના મતે જોડિયા જન્મવાનો દર અત્યારે સૌથી ઊંચો છે અને હવે સમય જતાં ફરી નીચો આવશે. અત્યારનો આ દર છેલ્લા 40-50 વર્ષમાં સૌથી વધારે છે. સંશોધકોએ વિવિધ 165 દેશોની ડિલિવરી તપાસી હતી અને તેમાંથી 112 દેશોમાં જોડિયા જન્મનું પ્રમાણ ઊંચકાયેલું જોવા મળ્યું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો