Last Updated on March 23, 2021 by
પુણેમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની વન ડે સીરીઝના પહેલી મેચમાં શિખર ધવને શાનદાર 98 રનની રમત દાખવી છે. ટીમ ઈન્ડિયાનો આ ઓપનર ફક્ત 2 રન માટે પોતાની સદી ચૂકી ગયો. ધવનને બેન સ્ટોક્સે આઉટ કર્યો. તેના બોલ પર ધવને પુલ શોટ રમ્યો પરંતુ બોલ સીધો ફિલ્ડરના હાથમાં ચાલ્યો ગયો. શિખર ધવન લગભગ 2 રનથી પોતાની 18મી વનડે સદી ચૂક્યો છે.
શિખર ધવન છઠ્ઠી વખત નવર્સ નાઈન્ટીનનો શિકાર
તમને જણાવી દઈએ કે શિખર ધવન છઠ્ઠી વખત નવર્સ નાઈન્ટીનનો શિકાર બન્યો છે. લગભગ 6 વખત ધવન 90 રનથી વધુ રન દરમિયાન પોતાની વિકેટ ગુમાવી દીધી છે. એટલું જ નહીં છેલ્લી બે ઘરેલુ વન ડેમાં તે સદી ફટકારવાનું ચુકી ગયો છે. પુણેમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની વન ડે સીરિઝના પહેલી મેચમાં શિખ ધવને 98 રન ફટકાર્યા છે. આમ તો ધવને આઉટ થતાં પહેલા પોતાને સાબિત કરી દીધો છે.
9⃣8⃣ runs
— BCCI (@BCCI) March 23, 2021
1⃣0⃣6⃣ balls
1⃣1⃣ fours
2⃣ sixes@SDhawan25 narrowly misses out on a fine hundred but he has played a fine knock in the @Paytm #INDvENG ODI series opener. ??#TeamIndia
Follow the match ? https://t.co/MiuL1livUt pic.twitter.com/FnLYxbkw0H
પીચ પર ખૂબજ વધારે સ્વિંગ અને ઉછાળ હતો
પુણેમાં પીચ પર ખૂબજ વધારે સ્વિંગ અને ઉછાળ હતા પરંતુ તેમ છતાં ધવને જબરદસ્ત રમત રમી. ધવને છક્કો લગાવીને પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. ધવનને ટી20 સીરીઝમાં ફક્ત એક જ મેચમાં ચાન્સ મળ્યો હતો. પરંતુ વન ડે સીરિઝમાં પહેલી જ મેચમાં તેણે ખૂબજ જબરદસ્ત રમત રમીને પોતાની જગ્યા પાકી કરી લીધી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31