Last Updated on April 5, 2021 by
અનેક બેંકોએ તેમના એટીએમમાં કાર્ડલેસ કેશ વિડ્રોલ સુવિધા શરૂ કરી છે, આ સુવિધા દ્વારા ગ્રાહકો કાર્ડનો ઉપયોગ કર્યા વિના એટીએમમાંથી રોકડ રકમ કાઢી શકે છે. દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંક(SBI), બેંકઓફ બરોડા (BOB) અને ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ બેંક(ICICI Bank) સહિત કેટલીક મોટી બેંકગ્રાહકોને આ સેવા આપી રહી છે. કાર્ડલેસ કેશ વિડ્રોલ સર્વિસ 24×7 કેશ કાઢવા માટે એક આસાન અને સુરક્ષિત રીત છે.
આ સુવિધાનો ઉપયોગ ડેબિટ કાર્ડ વિના બેન્કે નક્કી કરેલા એટીએમમાંથી કેશ કાઢવા માટે કરી શકાય છે. ડેબિટ કાર્ડ વગર રોકડ કાઢવાની રીત વિશે જાણીએ.
ICICI બેન્કની કાર્ડલેસ કેશ વિડ્રોલ સેવા
- સૌથી પહેલા ‘iMobile’ એપમાં લોગ ઇન કરો અને ‘Services’ અને ICICI બેન્કના એટીએમમાં ‘કેશ વિડ્રોલ’ની પસંદગી કરો.
- રકમ નાંખો, તમારો અકાઉન્ટ નંબર નાંખો, 4 આંકડાનો અસ્થાયી પિન બનાવી સબમિટ કરો.
- તમને તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP મળશે
— કોઇ પણ આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમ પર જાઓ અને કાર્ડલેસ કેશ વિડ્રોલની પસંદગી કરો.
- ત્યારબાદ ‘એન્ટર મોબાઇલ નંબર’ અને રેફરન્સ ઓટીપી નંબરની પસંદગી કરવી.
- અસ્થાઇ પિનનો ઉપયોગ કરો અને પછી કેશ વિડ્રોલ માટે રકમની પસંદગી કરો.
SBIની કાર્ડલેસ કેશ વિડ્રોલ સેવા
- યોનો એપ (YONO App)માં લોગ ઇન કરો.
- પછી એટીએમ સેક્શનમાં જાઓ અને કેટલી રકમ એટીએમમાંથી ઉપાડવી છે, એ રકમને એન્ટર કરો.
- SBI તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર એક યોનો કેશ લેવડ-દેવડ નંબર મોકલશે
- ખાતાધારક હવે એસબીઆઈના કોઈ પણ કાર્ડલેશ લેવડ-દેવડમાં આ નંબરનો ઉપયોગ કરી એટીએમમાંથી કેશ વિડ્રોલ કરી શકશે.
- તે 4 કલાક માટે વેલિડ છે.
BOBની કાર્ડલેસ કેશ વિડ્રોલ સેવા
- BOB ગ્રાહકોને માત્ર BOB M- કનેક્ટ મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશનને ડાઉનલોડ કરવી અને કાર્ડલેસ ટ્રાન્જેક્શન માટે OTP જનરેટ કરવો.
- BOB મોબાઇલ બેન્કિંગ લોગિન કરો અને પ્રીમિયમ સેવા ટેબ પર ક્લિક કરો.
- કેશ ઓન મોબાઇલ સેવા પર ક્લિક કરો.
- રિક્વેસ્ટ સબમિટ કર્યા પછી બેંકતમને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી મોકલશે. ઓટીપી મળ્યા બાદથી 15 મિનિટની અંદર તમારે એટીએમમાંથી રકમ કાઢવી પડશે (નોંધ- ઓટીપી ફક્ત 15 મિનિટ માટે વેલિડ રહેશે.)
- આ ઓટીપીનો ઉપયોગ કરી જેટલી રકમ ઉપાડવી હોય તેને એન્ટર કરો.
Also Read
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31