Last Updated on March 22, 2021 by
કોરોના મહામારી વિરૂદ્ધ દેશમાં ચાલી રહેલી લડાઇમાં દેશમાં વેક્સિનેશનનું કામ ખૂબ જ તેજીથી ચાલી રહ્યું છે. એવામાં સોમવારના રોજ કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત સરકારોને મહત્વનો નિર્દેશ મોકલવામાં આવ્યો છે. હવે કોવિશીલ્ડ વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેના અંતરને વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેન્દ્રના નિર્દેશ અનુસાર, કોવિશીલ્ડના પ્રથમ અને બીજા ડોઝની વચ્ચે ઓછાં 6થી 8 સપ્તાહનું અંતર હોવું જોઇએ. વર્તમાન સમયમાં પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર 28 દિવસનું છે એટલે કે હવે એકથી બીજો ડોઝનું અંતર એક મહીનાથી વધારીને અંદાજે 2 મહીના કરી દેવાયું.
Recommendation has been revised to provide 2nd dose of COVISHIELD at 4-8 weeks’ interval after 1st dose, instead of earlier practiced interval of 4-6 weeks. This decision of revised time interval b/w two doses is applicable only to COVISHIELD ¬ to COVAXIN vaccine:Govt of India
— ANI (@ANI) March 22, 2021
નિષ્ણાંતોના રિપોર્ટના આધાર પર નિર્ણય
કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, NTAGI અને વેક્સિનને પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. ભારતમાં સૌથી વધારે ઉપયોગ આ જ વેકિસનનો કરવામાં આવી રહ્યો છે.
દેશમાં હજુ શરૂ છે વેક્સિનેશનનું અભિયાન
ભારતમાં કોરોના વેક્સિનેશનનું મિશન 16 જાન્યુઆરીએથી શરૂ થયું હતું, જ્યારે બીજો ફેઝ 1 માર્ચથી શરૂ થયો હતો. આંકડાઓ અનુસાર, અત્યાર સુધી દેશમાં કોરોના વેક્સિનનો 3.55 કરોડને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે અંદાજે 75 લાખને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
1.16 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં
દેશમાં અત્યારસુધીમાં 1.16 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 1.11 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.60 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે 3 લાખ 31 હજાર 671 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે. દેશમાં ગતવર્ષે લાગુ કરેલા એક દિવસીય જનતા કરફ્યૂને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે..તેવામાં બીજી તરફ દેશમાં ફરી કોરોનાએ ભરડો લીધો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 46 હજાર 951 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 212 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.આ સાથે જ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 34 હજારને પાર થઈ છે. છેલ્લા 24 કલાકમાં 21 હજાર 180 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે.દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 16 લાખ 46 હજારને પાર થઈ છે..જ્યારે કુલ મૃત્યુઆંક એક લાખ 59 હજારને પાર થયો છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31