GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો / વેક્સિન લગાવ્યા બાદ ન કરો આ ભૂલો, નહિ તો વધી શકે છે Coronavirusથી સંક્રમિત હોવાનો ખતરો

Last Updated on March 30, 2021 by

કોરોનાવાયરસને દૂર કરવાની એકમાત્ર અને અસરકારક રીત રસી લેવી છે. તેમ છતાં કોવિડ રસી કોઈ ગેરેંટી નથી કે તમને કોરોના વાયરસનો ચેપ લાગશે નહીં. રસી લીધા પછી પણ ઘણા લોકોને કોવિડ -19 ચેપ લાગી રહ્યો છે. રસી લીધા પછી કોરોના વાયરસથી ફરીથી ચેપ લાગવાની સંભાવના ઓછી છે, પરંતુ તે સંપૂર્ણ રીતે નકારી શકાય નહીં. તેથી, તમારે કાળજી લેવી પડશે કે તમે રસી લીધા પછી પણ આ ભૂલો ન કરો.

કોરોના

વેક્સિન લીધા બાદ પણ ઈંફેક્શનની આશંકા

તેમાં કોઈ શક નથી કે વેક્સિન લીધા બાદ કોરોનાનો ખતરો ઘણો ઓછો રહે છે પરંતુ વેક્સિન બીમારી ફેલાવાના દરને કયાં સુધી રોકી શકશે તે વિશે હાલ વધારે પુરાવા નથી. ડૉકટરોનું કહેવુ છે કે, જો વેક્સિન લગાવ્યા બાદ વ્યક્તિ કોઈપણ પ્રકારે બજવાબદાર રહે છે તો કોરોના વાયરસથી સંક્રમિત હોવાનો ખતરો વધી જાય છે. વેક્સિન લગાવ્યા બાદ પણ લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.

વેક્સિન લીધા બાદ ન કરો આ ભૂલ

માસ્ક

યોગ્ય રીતે માસ્ક ન પહેરવું

ઘણા લોકોને લાગે છે કે તેઓ રસી લીધા પછી સંપૂર્ણપણે સલામત થઈ ગયા છે અને માસ્ક પહેરવાની જરૂર નથી. અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (સીડીસી) સૂચવે છે કે જે વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા છે તે માસ્ક ફક્ત 2 શરતોમાં કા કાઢી શકે છે. પ્રથમ- જો તેઓ કોઈ ઘરની અંદર હોય ત્યાં ચેપનું જોખમ ઓછું હોય અને બીજું- જ્યારે તેઓ રસી લેનારા લોકોને મળતા હોય. આ ઉપરાંત, દરેક પ્રકારની સ્થિતિમાં રસી લીધા પછી, તમારે માસ્ક સારી રીતે પહેરવુ જ જોઇએ.

સાવધાની રાખ્યા વગર યાત્રા ન કરો

વેક્સિન લીધા બાદ તમે યાત્રા કરી શકો છો પરંતુ યાત્રા દરમ્યાન પણ તમારે તમામ પ્રકારની સાવધાનિઓ રાખવી પડશે. જયાં સુધી દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકોને વેક્સિન ન લગાવામાં આવે ત્યાં સુધી બિનજરૂરી યાત્રા ન કરો. જો યાત્રા કરવી જરૂીરી હોય તો દરેક પ્રકારની સાવધાની રાખો. થોડુ પણ બેજવાબદાર રહેવુ ફરી કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો વધારી શકે છે.

સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરવું

ડજો તમે આપણા વેક્સિનની બને ડોઝ લીધી છે તે બાદ પણ તમારે જયાં સુધી કોરોના સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ જવાથી બચવુ જોઈએ. વેક્સિન લગાવ્યા બાદ પણ તમામ લોકોની ઈમ્યૂન સિસ્ટમ એકસમાન કામ કરતી નથી. જેથી બને ત્યાં સુધી ઘરે જ રહો અને ખાસ કરીને વૃદ્ધ અને તેવા લોકો જેને પહેલાથી જ કોઈ બીમારી હોય.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો