GSTV
Gujarat Government Advertisement

રાહત / ભારતીય કંપનીએ બનાવી કોરોનાની ‘કેપ્સૂલ વેક્સિન’, ત્રણ ગણી વધુ અસરકારક હોવાનો દાવો !

Last Updated on March 22, 2021 by

ભવિષ્યમાં તમારે કોરોના વાયરસ વેક્સિનની સોય લગાવાની જરૂર નહિ પડે. તમારે માત્ર એક કેપ્સૂલ ખાવાની રહેશે. આ કેપ્સૂલ ભારતીય દવા કંપની અમેરિકાની દવા કંપની સાથે મળીને બનાવી રહી છે. ‘કેપ્સૂલ વેક્સિન’ ભારતમાં જ બની રહી છે. તેને બનાવનાર ભારતીય કંપનીનું નામ પ્રોમાસ બાયોટેક છે. આવો જાણીએ કે આ કેપ્સૂલને આવવામાં કેટલો સમય લાગશે.

પ્રોમાસ બાયોટેક કંપની અમેરિકાની દવા કંપની ઓરામેડ ફાર્માસ્યૂટિકલ્સ સાથે મળીને આ કેપ્સૂલ બનાવી રહ્યા છે. બંને કંપનીઓ 19 માર્ચે કોરોના વાયરસની ઓરલ વેક્સિન બનાવવાની સંયુક્ત જાહેરાત કરી. કંપનીનો દાવો છે કે, ‘કેપ્સૂલ વેક્સિન’ ના સિંગલ ડોઝથી જ કોરોનામાં ઘણી રાહત મળશે. તે ખૂબ અસરદાર છે.

‘કેપ્સૂલ વેક્સિન’ નું નામ છે ઓરાવેક્સ કોવિડ-19 કેપ્સૂલને લઈને કંપનીનો દાવો છે કે, જંતુઓ પર કરાયેલા અભ્યાસ દરમ્યાન ‘કેપ્સૂલ વેક્સિન’ ઘણી અસરકારક જોવા મળી. તેના કારણે ન્યૂટ્રીલાઈઝિંગ એંટીબોડીઝ અને ઈમ્યૂન રેસ્પોન્સ બંને કામ કરી રહ્યા છે. તેના કારણે આપણા રેસ્પિરેટરી અને ગૈસ્ટ્રોઈંટેસ્ટાઈનલ ટ્રેક્ટ કોરોના સંક્રમણથી સૂરક્ષિત રાખે છે.

હવે આવશે કોરોના કેપ્સૂલ

પ્રોમાસ બાયોટેક સહ-સંસ્થાપક અને પ્રબંધ ડો. પ્રબુદ્ધ કૂંડુએ કહ્યુ કે, Oravax COVID-19) વીએલપી (Virus Like Particle- VLP નિયમ પર આધારીત છે. તે કોરોનાથી ત્રણગણી સૂરક્ષા આપશે. જોકે, તે ન્યૂક્લિયોકૈપ્સિડ N એંટીજન વિરુદ્ધ કામ નહિ કરી શકે.

પ્રોમાસ બોયોટેકની VLP ટેક્નિક કંપની પોતાના D-CRYPT TM પ્લેટફોર્મ પર બનાવાઈ છે. જયારે ઓરામેડએ ઓરલ પ્રોટિનની ડિલીવરી કરી છે. આ દુનિયાની પહેલી એનોખી દવા છે. શ્વાસ લેવાના રસ્તાને કોરોના વાયરસના સંક્રમણથી બચાવે છે.

કંપનીએ જણાવ્યુ કે, જંતુઓ પર કરાયેલા અભ્યાસ મુજબ ઓરાવેક્સ કોવિડ-19 કેપ્સૂલના પરિણામો સારા છે. આ કેપ્સૂલના ક્લિનીકલ ટ્રાયલ આ વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં શરૂ કરાશે. ટ્રાયલ સપળતાપૂર્વક પુરુ થયા બાદ સરકાર પાસેથી પરવાનગી મળ્યા બાદ આ વેક્સિન સામાન્ય લોકો માટે જારી કરાશે.

દેશમા વધુ એક આવી જ વેક્સિન બનાવાઈ છે જે નાક દ્વારા લેવાશે. આ વેક્સિનને પણ ભારત બાયોટેક, યૂનિવર્સિટી ઓફ વિસ્કોન્સિએ વૈજ્ઞાનિકોએ મળીને બનાવી છે. નાકથી લેવાનારી વેક્સિનનું ટ્રાયલ ભારતમાં શરૂ થઈ ચૂકયુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો