GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો હાહાકાર/ IPL 2021 પહેલા કોરોનાનું ગ્રહણ, સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડમેનનો રિપોર્ટ પોઝિટિવ

કોરોના

Last Updated on April 3, 2021 by

IPL-14ના સીઝનનો આગાઝ થવામાં થોડા દિવસ જ બાકી છે. ચેન્નાઇમાં 9 એપ્રિલથી મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોરના મુકાબલાથી સીઝનની શરૂઆત થશે. આ વચ્ચે કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.

મુંબઇના વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડ સ્ટાફ કોરોના સંક્રમિત થયા છે. આ સ્ટેડિયમમાં આઇપીએલના 10 મુકાબલા રમાશે. રિપોર્ટ્સ મુજબ, ગયા સપ્તાહમાં વાનખેડે સ્ટેડિયનના 19 ગ્રાઉંડ સ્ટાફ મેમ્બરની કોવિડ-19ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એમાંથી 3ની રિપોર્ટ 26 માર્ચે પોઝિટિવ આવી હતી. ત્યાર પછી 1 એપ્રિલે 5 લોકો સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ હતી.

મુંબઈ ક્રિકેટ એસોશિએશને શરુ કરી ખાસ તૈયારી

મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં આઈપીલની પહેલી મેચ 10 એપ્રિલએ ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ ગ્રાઉન્ડ સ્ટાફને કોરોને કોનોર થતા બીસીસીઆઈ માટે ચિંતાનો વિષય છે. મેચ બંધ દરવાજે રમાવવાની યોજના છે. મુંબઈમાં કોરોનાની સ્થિત જોઈ મુંબઈ ક્રિકેટ એસોસિયેશન આઇપીએલની ખાસ તૈયારીમાં લાગી ગયું છે. ગ્રાઉન્ડ સ્ટાફ મેમ્બર્સને એક જગ્યાએ રાખવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. વધુ ગ્રાઉન્ડમેન સ્ટેડિયમમાં રહેતા નથી અને ટ્રેનથી સફર કરે છે.

વાનખેડેમાં થનારી મેચ

  • 10એપ્રિલ સાંજે 7:30 વાગ્યે – ચેન્નાઇ સુપર કિંગ્સ vs દિલ્હી કેપિટલ્સ
  • 12 એપ્રિલ સાંજે 7:30 વાગ્યે – રાજેસ્થાન રોયલ્સ vs પંજાબ કિંગ્સ
  • 15 એપ્રિલ સાંજે 7:30 વાગ્યે – રાજસ્થાન રોયલ્સ vs દિલ્હી કેપિટલ્સ
  • 16 એપ્રિલ સાંજે 7:30 વાગ્યે – પંજાબ કિંગ્સ vs ચેન્નાઇ સુપર કિંગ્સ
  • 18 એપ્રિલ સાંજે 7:30 વાગ્યે – દિલ્હી કેપિટલ્સ vs પંજાબ કિંગ્સ
  • 19 એપ્રિલ સાંજે 7:30 વાગ્યે – ચેન્નાઇ સુપર કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સ
  • 21 એપ્રિલ સાંજે 7 : 30 વાગ્યે – કોલકાતા નાઈટ રાઈડર્સ vs ચેન્નાઇ સુપર કિંગ્સ
  • 22 એપ્રિલ સાંજે 7 : 30 વાગ્યે – રોયલ ચેલેંજર્સ બેંગ્લોર vs રાજસ્થાન રોયલ્સ
  • 24 એપ્રિલ સાંજે 7 : 30 વાગ્યે – રાજસ્થાન રોયલ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ
  • 25 એપ્રિલ સાંજે 7 : 30 વાગ્યે – ચેન્નાઇ સુપર કિંગ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો