Last Updated on February 24, 2021 by
હ્ર્દયથી લઇ મગર સુધી કોરોનાની અસર પાડવાની ઘણી ખબર આવી ચુકી છે. સ્ટડી મુજબ કોરોના વાયરસની અસર આપણા બ્લડ ફ્લો પર પણ પડી રહ્યો છે. લોહીના વહેણમાં આવતી તકલીફના કારણે ઘણી સમસ્યા થઇ શકે છે. બ્લડ ફ્લોથી જોડાયેલ કેટલાક લક્ષણોને કોવિડ-19 સાથે જોડી જોવામાં આવ્યા છે. જો તમે કોરોનાથી સારા થઇ ગયા છે તો આ 7 સતર્ક પર ખાસ ધ્યાન રાખો નહિ તો ભારી પડી શકે છે.
ગંભીર બ્લડ ક્લોટિંગ
હોસ્પિટલમાં દાખલ કોવિડ-19ના યુવાન અને વડીલ દર્દીમાં બ્લડ ક્લોટિંગ બનાવની સમસ્યા વધુ જોવા મળી રહી છે. ડોકટર્સનું કહેવું છે કે ડાયાબિટીઝ, હૈ બ્લડ પ્રેસર અને પહેલાથી બીમારી વાળા લોકોઆમ બ્લડ ક્લોટિંગ ખતરનાક થઇ શકે છે.
ફેફસા અને હૃદય પર અસર
કોવિડ-19 ગંભીર બ્લડ ક્લોટિંગ કરી દે છે જેની અસર ફેફસા અને હૃદય પર પડે છે. એક સ્ટડી મુજબ બ્લડ ક્લોટ ફેફસામાં અવરોધ નાખી શ્વાસની તકલીફ જેવી સમસ્યા પેદા કરે છે. બીજી એક સ્ટડી મુજબ લોહીથી નાના-નાના ક્લોટ હ્ર્દયની દીવાલને કાનજોર કરે છે, જેના કારણે હ્ર્દયના ધબકારા અનિયમિત થઇ જાય છે. કેટલાક ગંભીર મામલામાં એના કારણે હાર્ટ અટેક આવી શકે છે.
કિડની ખરાબ થવી
જોન હોપકિંસ મેડિસિનની એક સ્ટડી મુજબ બ્લડ ક્લોટિંગના કારણે કિડની રક્ત વાહિનીઓ પર દબાણ પડે છે જેના કારણે કિડની ફેલ થવાનો ખતરો વધી જાય છે. કોરોનાના ગંભીર મામલામાં કિડ ફેલ થાવનો વધુ ખતરો હોય છે.
પ્રોમ્બોસિસ
બ્લડથી જોડાયેલ કોવિડ-19નો વધુ એક ગંભીર ખતરો ડીપ વેન થ્રોમ્બોસિસનો છે. એમાં પગની નસોમાં બ્લડ ક્લોટ બની જાય છે. કેટલાક લોકોમાં આ ઇન્ફેક્શનના શરૂઆતી લક્ષણ હોય છે. વધુ લોકોને આ પગના નીચલા ભાગમાં થાય છે પરંતુ કેટલાક લોકોને શરીરના અન્ય ભાગમાં પણ થઇ શકે છે. જો સમય પર એનો ઈલાજ કરવામાં નહિ આવે તો ગંભીર બની શકે છે.
શરીરમાં સોજો
કોરોના વાયરસને કારણે, શરીરમાં સોજો પણ થઈ શકે છે. જ્યારે વાયરસ ત્વચા પર હુમલો કરે છે, ત્યારે તે લોહીના ઘણી ક્લોટ બનાવે છે, જેના કારણે ઘા અને સોજો શરૂ થાય છે. એમાં ઘણો દુખાવો પહોંચાડે છે. નિષ્ણાતો કહે છે કે મોટાભાગના લોકો કોરોનાના લક્ષણોમાં સોજાની અવગણના કરે છે, જેના કારણે પાછળથી ઘણી મુશ્કેલી થાય છે.
ત્વચાનો રંગ બદલાવો અને ચાંદા પડવા
ત્વચા પર ફોલ્લીઓ અને રંગમાં ફેરફાર એ પણ કોરોના સાથે સંકળાયેલ લક્ષણ હોઈ શકે છે. જ્યારે વાયરસની અસર લોહી પર પડે છે, ત્વચાને લીધે આ બગડવાનું શરૂ થાય છે. વિચિત્ર અંગૂઠાને કોરોનાના લક્ષણ તરીકે જોવામાં આવે છે, પરંતુ ઘણા સંશોધન દર્શાવે છે કે લોહીના પ્રવાહ પર વાયરસની અસર ત્વચાના રંગને પણ બદલવા માટેનું કારણ બને છે. કોરોનાના કેટલાક દર્દીઓમાં, તે વાદળી, જાંબુડિયા અથવા લાલ ફોલ્લીઓનું કારણ બને છે.
સ્ટ્રોકનું જોખમ
કોરોના દર્દીઓમાં સ્ટ્રોકનું જોખમ પણ છે. આ ભય તે લોકોને પણ થઈ શકે છે જેને કોઈ હૃદય રોગ નથી. અપૂર્ણ રક્ત પ્રવાહ અથવા લોહીનું ગંઠન એ સ્ટ્રોકના મુખ્ય કારણો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31