Last Updated on March 5, 2021 by
ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગરમાં 30 વર્ષની એક મહિલાને પબ્લિશ પ્લેસ પર ખુલ્લેઆમ અશ્લીલ હરકત કરવાનું મોંઘુ પડ્યુ છે. કોર્ટે આ મહિલાને બે દિવસની જેલ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કોર્ટે તેને દંડ પણ ફટકાર્યો છે. ત્યારે હવે આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
અશ્લીલ હરકત કરવા બદલ બે દિવસની જેલ
આપને જણાવી દઈએ કે, મુઝફ્ફરનગરમાં કોર્ટે બુધવારે એક મહિલાને પબ્લિશ પ્લેસ પર અશ્લીલ હરકત કરવાના આરોપમાં દોષિત સાબિત કરતા 2 દિવસની જેલની સજા સંભળાવી છે. આ ઉપરાંત મહિલાને 5 હજારનો દંડ પણ ફટકાર્યો છે. આ કેસની સુનાવણી મુઝફ્ફરનગર કોર્ટના એડિશનલ ચીફ જ્યૂડિયશિયલ મજિસ્ટ્રેટ પ્રશાંત કુમાર સિંહે કરી હતી.
જો દંડ નહીં ભરે તો આટલા દિવસ રહેવુ પડશે જેલમાં
કોર્ટના ઓર્ડર મુજબ જો મહિલા દંડના 5 હજાર ભરશે નહીં તો, તેને આગામી 7 દિવસ સુધી જેલમાં રહેવુ પડશે.
ઘટના શું હતી
સરકારી વકીલ રામ અવતાર સિંહના જણાવ્યા અનુસાર, પબ્લિક પ્લેસ પર અશ્લીલ હરકત કરનારી આ મહિલા 25 સપ્ટેમ્બર 2016ના રોજ મુઝફ્ફનગર જિલ્લાના ન્યૂ મંડીમાંથી પોલીસે રંગે હાથે પકડી પાડી હતી. તે આ સમયે અશ્લીલ હરકત કરતા યુવકોને પોતાની તરફ બોલાવી રહી હતી. ત્યારે આ સમયે પોલીસ ઘટનાસ્થળે આવીને ખુલ્લેઆમ આવી હરકતો કરવાના આરોપમાં તેની ધરપકડ કરી હતી.
જાહેરમાં આવી હરકતો કરવી ગેરકાનૂની
આપને જણાવી દઈએ કે, પબ્લિક પ્લેસ પર અશ્લીલ હરકતો કરવા બદલ મુઝફ્ફરનગર પોલીસે મહિલા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 294 અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, ભારતમાં પબ્લિક પ્લેસ પર અશ્લીલ હરકતો કરવી ગેરકાનૂની છે. આવુ કરવા પર પોલીસ આપની ધરપકડ કરી આપના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31