GSTV
Gujarat Government Advertisement

ઓ બાપ રે/ બાળકો પેદા કરવાનો દંડ એ પણ 1 કરોડથી વધુ રૂપિયા, આ દેશમાં પોલિસીનું ઉલ્લંઘન કરવું એક કપલને ભારે પડ્યું

Last Updated on February 26, 2021 by

ચીનમાં એક કપલે બે બાળકોની પોલિસીનું ઉલ્લંઘન કરતાં 7 બાળકો પેદા કર્યા છે. પરંતુ એના માટે તેમને ખૂબ જ મોટો દંડ ચુકવવો પડ્યો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના મુજબ આ કપલે 7 બાળકો પેદા કરતાં 1 લાખ 55 હજાર ડોલર્સ અર્થાત્ 1 કરોડ રૂપિયાથી વધારે દંડ સોશ્યલ સપોર્ટ ફીસના રૂપમાં આપવી પડી છે.

બે બાળકોની પોલિસીનું કર્યું ઉલ્લંઘન

34 વર્ષના બિઝનેસ વુમન Zhang Rongrong અને તેના 39 વર્ષિય પતિના પાંચ છોકરાઅને બે છોકરીઓ છે. ચીનની બે બાળકોની પોલિસીનું ઉલ્લંઘન કરવાને લઈને આ કપલે સરકારને સોશલ સપોર્ટ ફી આપી છે. જો તે એવું ન કરે તો તેના બાકીના પાંચ બાળકોને સરકારી આઈડેન્ટીટીથી જોડાયેલા દસ્તાવેજો ન મળી શકત.

અમે 7 બાળકો પછી હવે કોઈ સંતાન કરવા ઈચ્છતા નથી

જણાવી દઈએ કે જ્ગાંહનો સ્કિન કેર, જ્વેલરી અને ગાર્મેન્ટનો બિઝનેસ છે. અને તેની કંપનીઓ દક્ષિણ પૂર્વી ચીનમાં આવેલી છે. તેમણે ધ પોસ્ટ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે તેઓ કેટલાક બાળકો ઈચ્છતી હતી કારણ કે તે એકલાપણાથી ખૂબજ હેરાન પરેશાન હતી. તે ક્યારેય એકલા રહેવા નહોતી ઈચ્છતી. તેણે કહ્યું કે જ્યારે મારા પતિ પોતાના બિઝનેસ ટ્રીપ પર બહાર જાય ત્યારે મને હેરાનગતિ થતી હતી. મારો મોટો દિકરો પણ ભણવા માટે બીજા શહેરમાં નીકળી ચૂક્યો હતો. એવામાં મારા નાના નાના બાળકો જ મારી સાથે રહે છે. જો કે અમે 7 બાળકો પછી હવે કોઈ સંતાન કરવા ઈચ્છતા નથી.

બાળકોને આર્થિક સુરક્ષા આપવાનું પહેલા સુનિશ્ચિત કર્યું

તેણે કહ્યું કે અમે આ બાળકોને પ્લાન કરવા પહેલા એ સુનિશ્ચિત કર્યું હતું કે અમે આર્થિક રૂપથી સંપન્ન રહીએ. જેથી અમે બાળકોને આર્થિક સુરક્ષા આપી શકીએ. જણાવી દઈએ કે ચીને વર્ષ 1979માં વન ચાઈલ્ડ પોલિસી ચાલુ કરી હતી. વર્ષ 2015માં એટલે કે 36 વર્ષ પછી એક બાળકની પોલિસી ખતમ કરી દીધી હતી. હજુ પણ ચીનમાં બે બાળકોની નીતિ લાગુ છે.

ત્રીજા બાળક થવા પર 45 હજાર ડોલર અર્થાત 32 લાખ રૂપિયાની ફી ભરવાનો આદેશ કર્યો

વન ચાઈલ્ડ પોસિલી રહેતા ચીનમાં જન્મદર ઘટી રહ્યો છે. વર્ષ 2019માં હજાર લોકોએ 10 જન્મ રહ્યો હતો જે 70 વર્ષમાં સૌથી ઓછો છે. ચીનમાં ઘટતો જન્મદર અને વૃદ્ધોની જનસંખ્યા ડેમોગ્રાફિક તોર પર ખૂબજ ખતરનાક સાબિત થઈ શકે છે. એક રિપોર્ટ મુજબ ગત વર્ષે ચીનમાં એક કપલના બેંક એકાઉન્ટને સીલ કરી દેવાયું હતું કારણ કે આ કપલે બે બાળકોની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હતું. કોર્ટે આ કપલના ત્રીજા બાળક થવા પર 45 હજાર ડોલર અર્થાત 32 લાખ રૂપિયાની ફી ભરવાનો આદેશ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો