Last Updated on April 8, 2021 by
દેશમાં કોરોના વાયરસથી લોકોનો જીવ બચી જાય તે માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન કાર્યક્રમ અભિયાન ચાલી રહ્યું છે. રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. દેશમાં પ્રથમવાર રસીકરણ અભિયાન 74 દિવસ પછી શરૂ કરી દેવામાં આવ્યું હતું. ત્રીજા તબક્કામાં 45 વર્ષ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં અંદાજે 40 લાખ કોરોડ લોકોને રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે દરેક તબક્કામાં વિકલાંગો માટે વિશેષ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિકલાંગો લોકોને રસી લેવામાં કોઈ તકલીફ ન પડે તે માટે અલગ-અલગ પ્રકારની ગાઈડલાઈનની જાહેરાત કરવામાં આવી છે. રસીકરણના બીજા તબક્કામાં સરકારે દિવ્યાંગો માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે 60 વર્ષની ઉંમર અને ગંભીર બિમારીથી પીડાતા 45 વર્ષથી વધુના ઉંમરના લોકો રસી લઈ શકે છે. જેમાં વિકલાંગ લોકોને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ગંભીર બિમારીથી વિકલાંગો પીડાતા હોય જેમાં કે બૌદ્ધિક અક્ષમતાઓ, સ્નાયુબદ્ધ ડિસ્ટ્રોફી, મસક્યૂલર, ડિસ્ડ્રોફી, એસિડ એટેક, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા લોકોને અલગ-અલગ રીતે સારવાર આપવામાં આવતી હોય છે.
વિકલાંગોની માગ શુ છે ?
રસીકરણ કાર્યક્રમ દરમ્યાન વિકલાંગો દ્વારા કેટલીક માગ સરકાર સામે કરવામાં આવી છે. જેમા દિવ્યાંગ લોકો માટે કોઈપણ ઉંમરની સીમા હોવી જોઈએ નહીં. દિવ્યાંગો કોઈને કોઈ બિમારીથી પીડાતા હોય છે. જેથી કરી તેમની ઉંમરમાં કોઈ બાંધછોડ હોવી ન જોઈએ, એક રિપોર્ટ અનુસાર દુનિયામાં જેટલા પણ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. તેનાથી વધારે ભારતમાં એવા બિમાર વ્યક્તિઓ વધારે છે. જેઓ કંઈ ને કઈ રીતે દિવ્યાંગ છે. એટલે દિવ્યાંગ લોકોને કોરોના જેવી મહામારીમાં સૌથી વધારે માર ઝિલવો પડે છે.
દિવ્યાંગો માટે હોસ્પિટલમાં વિશેષ સુવિધા
રસીકરણના કાર્યક્રમ દરમ્યાન દિવ્યાંગો હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેના માટે ઓફલાઈન અને ઓનલાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગોની પરેશાની જોતા તેમના માટે ઓફલાઈન માટે સેલ્ફ રજીસ્ટ્રેશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. કોઇપણ નજીકની હોસ્પિટલમાં પહોંચી વિકલાંગ લોકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
શું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન સાઈટ
દિવ્યાંગો ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પણ ફાયદો ઉઠાવી શકે છે. જે લોકો સેલ્ફ રજીસ્ટ્રેશન નથી કરાવી શકતા તેવા લોકો માટે આ સૌથી સારો રસ્તો માનવામા આવે છે. દિવ્યાંગ લોકો વેક્સિનેશન સેંન્ટર પર જશે ત્યાં મેડિકલ સ્ટાફ તેમના રજીસ્ટ્રેશન બાદ રસીકરણ કરાવી શકે છે. સરકાર દ્વારા વેક્સિસન લેવા માટે ટાર્ગેટ ગ્રૃપ માટે પણ નિર્ણય લઈ શકે છે. જેના કારણે લોકોને પ્રાથમિકતાના આધારે રસી આપવામાં આવશે.
વેક્સિનેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ
કોરોના વેક્સિન મેળવવા માટે મોબાઈલ નંબર પર પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. કોઈ વ્યક્તિ એક મોબાઈલ નંબરથી ચાર લોકો માટે પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. પરંતુ લાભાર્થીએ ચાર અલગ-અલગ ઓળખ પત્ર બતાવું જરૂરી બને છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સાત ઓળખ પત્રની સૂચી જાહેર કરવામાં આવી છે. જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, એનપીઆર, સ્માર્ટકાર્ડ પણ બતાવી શકાય છે. પૂરા દેશમાં 10 હજાર સરકારી મેડિક્લ સુવિધા કેન્દ્ર અને લગભગ 20 હજાર પ્રાઈવેટ હોસ્પિટલમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31