Last Updated on March 28, 2021 by
સમગ્ર દૂનિયામાં કોરોના મહામારીએ ફરી એક વખત પગ પેસારો શરૂ થયો છે. આ ખતરનાક મહામારીના પ્રસાર ઉપર કાબુ લેવા માટે ઘણા દેશો પોતાના સ્તર ઉપર મહત્વના પગલા ઉઠાવી રહ્યાં છે. તેમાંથી કેટલાક દેશોમાં લોકડાઉનની પ્રક્રિયા અપનાવી છે તો કેટલાક દેશોએ કોરોનાના નવા સ્ટ્રેનથી બચવા માટે વિદેશી યાત્રીકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે આવો જાણીએ કે ક્યાં ક્યાં દેશમાંથી બીજા દેશમાંથી આવનારા યાત્રિકોના પ્રવેશ ઉપર એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ફિનલેન્ડમાં યાત્રા ઉપર પ્રતિબંધ
કોરોના મહામારીના કારણે પ્રસારને જોતા ફિનલેન્ડની સરકારે 17 એપ્રિલ 2021 સુધી વિદેશી યાત્રિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. ફિનલેન્ડમાં દેશની આંતરિક સીમાને લઈને બહારી સીમા ઉપર ચોકસી વધારી દેવામાં આવી છે. જેના કારણે કોઈપણ પ્રકારની લાપરવાહી થઈ શકે નહીં. મીડિયા રિપોર્ટ્સના પ્રમાણે સરકારનો આ નિયમ 19 માર્ચથી પ્રભાવિત થશે.
ઈટલીએ ફરમાવ્યો પ્રતિબંધ
22 માર્ચથી ઈટલીએ પણ વધતા મામલાને જોતા 10 ખતરનાક ઝોનને રેખાંકીત કરીને વિદેશી યાત્રિકોના પ્રવેશ ઉપર 6 એપ્રીલ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. ઈટલી એવો પહેલો યુરોપીય દેશ છે જેને સૌથી પહેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન કર્યું હતું. હવે અહીંયા લગભગ દરેક શહેરના પ્રતિ એક લાખ લોકો ઉપર 250છી વધારે કેસ નોંધાઈ રહ્યાં છે. અહીંયા દર સપ્તાહમાં આશરે 22 હજાર કેસ અને 360ના મોત નોંધાઈ રહ્યાં છે.
જર્મનીમાં 15 એપ્રીલ સુધી વિદેશી યાત્રિકોના પ્રવેશ ઉપર રાખી આ શરતો
જર્મનીએ સમગ્ર દેશમાં લોકડાઉનને 15 એપ્રીલ સુધી વધારી દીધું છે. અહીંયાની સરકારે ઘણા સૂચનો જાહેર કર્યાં છે. જે હેઠળ કોરોના પ્રભાવિત દેશોમાંથી આવરાના યાત્રિકોના પ્રવેશ માટે ક્વોરેન્ટાઈન અને તપાસની શરતો રાખવામાં આવી છે.
નેધરલેન્ડમાં વધ્યું લોકડાઉન
કોરોનાના વધતા કેસોને જોતા નેધરલેન્ડમાં પણ લોકડાઉનને 20 એપ્રીલ સુધી વધારી દેવામાં આવ્યું છે. આ દરમયાન અહીંયાની સરકારને પોતાના નાગરિકોને 15 મે સુધી વિદેશ યાત્રા નહીં કરવા માટે જણાવ્યું છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31