GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો

કોરોના

Last Updated on April 12, 2021 by

કોરોના વાઈરસે છેલ્લા 2 સપ્તાહમાં ભારતમાં જે ઝડપે ફેલાયો છે તેના કારણે કેન્દ્ર-રાજ્ય સરકારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. કોરોના વાઈરસની સ્થિતિ અંગે જાણવાના માપદંડમાંથી એક રિપ્રોડક્શન નંબર છે. નવા આંકડાઓમાં સામે આવ્યું છે કે, હવે ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારમાં સૌથી ઝડપે કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે. 2 સપ્તાહ સુધી કોરોનાના આકંડા ટ્રેક કર્યા બાદ સામે આવ્યું કે, ઉત્તર પ્રદેશમાં રિપ્રોડક્શન નંબર 2.14, ઝારખંડમાં 2.13 અને બિહારમાં 2.09 છે. એટલે કે, એક વ્યક્તિ આટલા લોકોને સંક્રમિત કરી શકે છે.

કોરોના

ભારતની હાલ R વેલ્યૂ 1.3

ચેન્નાઈના મેથમેટિકલ સાઈન્સ ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર સિન્હાએ કહ્યું કે, ભારતની હાલ R વેલ્યૂ 1.3 છે, જે ગત વર્ષના માર્ચના 1.92 તથા એપ્રિલના 1.53 ની સરખામણીએ તો ઓછો જ છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં R વેલ્યૂ ગત લૉકડાઉન પહેલાના સમય સુધી પહોંચી રહી છે, તે જ કારણે વાઈરસ ઝડપથી ફેલાય રહ્યો છે.

મહારાષ્ટ્ર-દિલ્હીમાં રેકોર્ડ બ્રેક દૈનિક કોરોના કેસ, 5 રાજ્યોમાં 71 % એક્ટિવ કેસ

દેશભરમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા પ્રમાણે રવિવારે દેશમાં કોરોનાના 1.52 લાખ કરતા પણ વધારે કેસ સામે આવ્યા હતા અને 24 કલાકમાં 839 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દેશમાં કોરોનાના 71 % એક્ટિવ કેસ માત્ર 5 રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળમાંથી નોંધાયા છે. માત્ર મહારાષ્ટ્રમાં જ કોરોનાના સૌથી વધારે 48.57 % એક્ટિવ કેસ છે.

કોરોના

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 63,294 નવા કેસ નોંધાયા છે. સામે રાહતની વાત એ છે કે, 34,008 દર્દીઓને ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 81.65 % થઈ ગયો છે. રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 9,989 નવા કેસ સામે આવ્યા છે અને 58 લોકોના મોત થયા છે. પુણેમાં 12,377 નવા કેસ સામે આવ્યા છે અને 87 દર્દીના મોત થયા છે.

છત્તીસગઢ

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,521 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને રવિવારે 82 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

કોરોના

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં 2,03,780 સેમ્પલની તપાસ થઈ હતી. અત્યાર સુધીમાં કુલ 3,67,61,069 સેમ્પલની તપાસ થઈ ચુકી છે. પ્રદેશમાં કોરોનાના કુલ 71,241 એક્ટિવ કેસ છે. જ્યારે 6,11,622 લોકો ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે.

કેરળ

કેરળમાં કોરોનાના નવા કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 6,986 નવા કેસ સામે આવ્યા હતા. ઉપરાંત સંક્રમણના કારણે 16 લોકોના મોત થયા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

રાહતના સમાચાર/પેન્શનરોને મોટી રાહત, હવે આધાર કાર્ડ વગર પણ લાઈફ સર્ટિફિકેટ બની શકશે