GSTV
Gujarat Government Advertisement

દેશમાં કોરોનાના હાહાકારથી લોકડાઉન લાગશે કે નહીં, આરબીઆઈના ગવર્નરે આપ્યો આ જવાબ

Last Updated on March 25, 2021 by

દેશમાં કોરોનાના સંક્રમણે ફરી હાહાકાર મચાવ્યો છે. કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો ઝડપથી વધી રહ્યો છે તેવામાં હવે કોરોનાના રસીકરણ અભિયાને પણ ઝડપ પકડી છે. અત્યાર સુધીમાં પાંચ કરોડ કરતા વધારે લોકોને વેક્સીન આપવામાં આવી છે.જોકે કોરોનાનુ સંક્રમણ સરકારને ચિંતા કરાવી રહયુ છે.

બીજી તરફ જે રાજ્યોમાં સંક્રમણ વધારે છે ત્યાં અલગ અલગ પ્રકારના નિયંત્રણો મુકાઈ રહ્યા હોવાથી લોકોમાં ફરી લોકડાઉન લાગુ થશે તેવી આશંકા પણ વધી રહી છે.જોકે આ અંગે રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યુ હતુ કે, કોરોનાના કેસમાં થઈ રહેલો વધારો સરકાર માટે ચિંતાનો વિષય છે પણ આ સમયે કોઈને પણ ગયા વર્ષ જેવુ લોકડાઉન લાગુ થશે તેવી આશંકા નથી. સાથે સાથે તેમણે સરકારી બેન્કોના ખાનગીકરણ અંગે પણ કહ્યુ હતુ કે, આ અંગે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને જે પણ કાર્યવાહી છે તેને આગળ વધારવામાં આવી રહી છે.હાલના તબક્કે બેન્કોની નાણાકીય સ્થિતિ સારી રીતે જળવાય તે અમારી પ્રાથમિકતા છે.

RBI

કોરોનાના નવા સ્ટ્રેનના કેસ સામે આવ્યા બાદ હવે સંક્રમણથી પીડિત દર્દીઓમાં આ બીમારીના નવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. જેમાં ગળા, ફેફસા અને મગજ બાદ તેની અસર પેટ પર જોવા મળી રહી છે. દિલ્હીના 2 સરકારી હોસ્પિટલોમાં દાખલ 70 ટકા કોરોના દર્દીઓને પેટમાં દુખાવો, ઉલ્ટીઓ અને ઝાડાની સમસ્યાઓ વધુ થઈ રહી છે. ડૉક્ટર્સે જણાવ્યું કે, સંક્રમણના બદલાતા સ્વરૂપથી તેના લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યાં છે.


રાજીવ ગાંધી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું કે, ગત સપ્તાહે દાખલ થયેલા 70 ટકા દર્દીઓમાં પેટમાં દુખાવો, ઉલ્ટીઓ અને ઝાડા થવા જેવા નવા લક્ષણો જોવા મળ્યા હતા. ગત 1 વર્ષમાં પ્રથમવાર કોરોના પીડિતોને આ સમસ્યાઓ થતી હોવાનું જોવા મળ્યું છે. મોટાભાગના દર્દીઓ ગંભીર સ્થિતિવાળા છે. જેમને અન્ય બીમારીઓ પણ છે. દર્દીઓના સેમ્પલ તપાસ માટે મોકલવામા આવી રહ્યાં છે, જેથી જાણી શકાય કે કયા નવા સ્ટ્રેનના કારણે દર્દીઓમાં નવા લક્ષણો જોવા મળી રહ્યાં છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો