GSTV
Gujarat Government Advertisement

રાહત/ કોરોનાના વૈશ્વિક કેસમાં આ અઠવાડિયે 11 ટકાનો ધરખમ ઘટાડો, ભારતે આ 8 દેશોને મોકલાવી રસી

કોરોના

Last Updated on February 27, 2021 by

અમેરિકાના પ્રમુખ જો બાઇડને તેમના પ્રમુખ બનવાના સો દિવસની અંદર 100 મિલિયન અમેરિકનોને કોરોનાની રસી આપવાનું લક્ષ્ય રાખ્યું હતું પણ 37માં દિવસે જ 50 મિલિયન અમેરિકનોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે. બાઇડને જણાવ્યું હતું કે જ્યારે જ્યારે આપણે 50 મિલિયન અમેરિકનોને રસી આપવાનો લક્ષ્યાંક હાંસલ કરીશું ત્યારેત્યારે હું તમને આપણા રસીકરણ કાર્યક્રમની વિગતો આપીશ.

ભારતે કમર્શિયલ કોન્ટ્રેક્ટ હેઠળ બ્રાઝિલ, મોરોક્કો, મ્યાનમાર, અજિપ્ત, અલ્જિરિયા, દક્ષિણ આફ્રિકા, કુવૈત અને યુએઇને રસી પુરી પાડી છે. બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કોવાક્સિન રસીના 20 મિલિયન ખરીદવાના કરાર કર્યા છે. દરમ્યાન દક્ષિણ કોરિયામાં પહેલી કોરોના રસી આપવામાં આવી છે.

કોરોના

શરૂઆતમાં કોરોના મહામારીને નિયંત્રણમાં રાખવામાં મળેલી સફળતા શિયાળામાં કોરોનાની બીજી લહેરને કારણે ધોવાઇ ગઇ હતી. સિંગાપોરમાં ક્વોરન્ટાઇનના નિયમોનો ભંગ કરવા બદલ 39 વર્ષની ભારતીય કુળની મહિલા આગાથા માઘેશ ઇયામલાઇ અને અને તેના 52 વર્ષના બ્રિટિશ પતિ નિગેલને પખવાડિયાની જેલ અને એક હજાર સિંગાપોર ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો.

શ્રીલંકાની સરકારે મુસ્લિમો સહિત લઘુમતિ કોમોને ફરજિયાત કોરોનાનો ભોગ બનેલાઓના મૃતદેહોને બાળવાનો આદેશ આપ્યો હતો તે સુધારીને હવે શબોને અગ્નિસંસ્કાર અને દફનવિધિ કરવાની પરવાનગી આપી છે. ઇઝરાઇલના આફ્રિકન દેશોને કોરોના રસી મોકલવાના નિર્ણયને સ્થિગત કરવામાં આવ્યો છે. આમ છતાં ઇઝરાયલના આર્મી રેડિયો સ્ટેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક ડિલિવરી હોન્ડુરાસમાં કરી દેવામાં આવી છે.

કોરોના

સ્માર્ટફોન પર કોરોના ટેસ્ટનું પરિણામ અપાશે

વિજ્ઞાાનીઓએ કોરોનાના નિદાન માટે ટપાલ ટિકિટ જેવડી ચીપ વિકસાવી છે જે સ્માર્ટફોન પર એક કલાક કરતાં ઓછા સમયમાં પરિણામ આપી દે છે. યુએસની રાઇસ યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓએ વિકસાવેલી આ માઇક્રોફલુઇડિક ચીપમાં ન્યુક્લિઓકેપ્સીડ પ્રોટીનનું બાયોમાર્કર હોય છે. આ ટેસ્ટમાં લેબોરેટરીની જરૂર પડતી નથી તથા તેને સરળતાથી એક જગ્યાથી બીજી જગ્યાએ ફેરવી શકાય છે અને તેને સરળતાથી વાપરી શકાય છે. ગુગલ પિક્સેલ 2 ફોન સાથે પોટેન્શિયોસ્ટેટ પ્લગ ઇન કરી પોઝિટિવ નિદાન 230 પાઇકોગ્રામે મેળવી શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો