GSTV
Gujarat Government Advertisement

માર્ચ મોંઘો પડ્યો/ વિશ્વભરમાં કોરોનાના કેસોમાં થયો ધરખમ વધારો, 15 દિવસમાં 61 લાખ વધ્યા કેસ છતાં એસ્ટ્રેજેનેકાને લાગ્યો ઝટકો

Last Updated on March 16, 2021 by

કોરોના મહામારીનો ભરડો દેશમાં વકરી રહ્યો છે. માર્ચ મહિનો મોંઘો પડ્યો છે. દેશ સહિત દુનિયામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસો ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. દુનિયાભરમાં માર્ચના પહેલા પખવાડિયામાં એટલે કે 1માર્ચથી 15મી માર્ચ સુધીમાં 61 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 7 દિવસથી કોરોના સંક્રમણના કેસ દરરોજ 4 લાખથી વધારે આવી રહ્યા છે. 12મી માર્ટે સૌથી વધુ 4.90 લાખથી વધુ કેસ નોંધાયા છે. વિશ્વભરમાં છેલ્લા 15 દિવસમાં 61 લાખ 4 હજાર 599 કેસ નોંધાયા, જ્યારે એક લાખ 27 હજાર 43 લોકોના મૃત્યુ થયા હતા.

તારીખ નવા કેસ ( લાખ)
1 માર્ચ2.97
2 માર્ચ3.72
3 માર્ચ4.46
4 માર્ચ4.52
5 માર્ચ4.54
6 માર્ચ4.14
7 માર્ચ3.8
8 માર્ચ2.95
9 માર્ચ3.95
10 માર્ચ4.71
11 માર્ચ4.83
12 માર્ચ4.9
13 માર્ચ4.49
14 માર્ચ3.74
15 માર્ચ3.36

વેક્સિન લગાવ્યા પછી બ્લડ ક્લોટિંગની ફરિયાદો મળી

કોરોના સંક્રમણના વધતા કેસો વચ્ચે કોરોના વેક્સિન પર પ્રતિબંધો લગાવવાના પણ ચાલુ થયા છે. ઓક્સફર્ડની એસ્ટ્રેઝેનેકા વેક્સિન પર એક પછી એક દેશો પ્રતિબંધ લગાવી રહ્યા છે. આ વેક્સિન લગાવ્યા પછી બ્લડ ક્લોટિંગની ફરિયાદો મળતાં સ્પેન અને પોર્ટુગલ સહિત કેટલાક દેશોએ પ્રતિબંધ લગાવ્યા છે.

આ દેશોએ પણ પ્રતિબંધ લગાવ્યો

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે તેમના દેશમાં સાવચેતીના રૂપે મંગળવાર સુધી વેક્સિન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પહેલા સોમવારે જર્મની, ફ્રાન્સ અને ઈટલીએ પણ વેક્સિનના ઉપયોગ પર હંગામી પ્રતિબંધ લગાવી દીધો હતો. આયર્લેન્ડ અને નેધરલેન્ડ્સ દ્વારા પણ આ વેક્સિનના ઉપયોગ પર અસ્થાયીરૂપે પ્રતિબંધિત કરવામાં આવી હતી. તે જ દિવસે, યુરોપિયન મેડિસિન એજન્સી વેક્સિન અંગે પોતાનો રિપોર્ટ સોંપશે. ફ્રાન્સને આશા છે કે ટૂંક સમયમાં જ એસ્ટ્રાઝેનેકા વેક્સિન ફરીથી લોકોને આપી શકાશે. ડેન્માર્ક, ઓસ્ટ્રિયા, ઇટલી, બલ્ગેરિયા, રોમાનિયા, એસ્ટોનીયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, લાતવિયા અને નોન-યુરોપિયન યુનિયન (EU)ના દેશો નોર્વે અને આઇસલેન્ડમાં પણ બ્લડ ક્લોટિંગના રિપોર્ટ પછી સાવચેતીનાં ભાગ રૂપે વેક્સિનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો કંપનીનો દાવો

કંપનીના ચીફ મેડિકલ ઓફિસર એન ટેલરે જણાવ્યું હતું કે, યુરોપિયન મેડિસિન એજન્સી અને બીજી રેગ્યુલેટરી વેક્સિનને લઈને તપાસ કરી રહી છે. વેક્સિન અને બ્લડ ક્લોટિંગની પ્રક્રિયા વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. કંપની સતત તેની સેફ્ટીનું મોનિટરિંગ કરી રહી છે અને અત્યાર સુધીમાં આ વેક્સિન સંપૂર્ણરીતે સુરક્ષિત જોવા મળ્યાનો એસ્ટ્રાઝેનેકાની વેક્સિન બાબતે બચાવ કરતાં દાવો કરવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયન અને બ્રિટનમાં લગભગ 1.7 કરોડ લોકોને આ વેક્સિન આપવામાં આવી છે. તેમના ડેટાની કરાયેલી સમીક્ષામાં વેક્સિનના કારણે બ્લડ ક્લોટિંગના કોઈ પુરાવા મળ્યા નથી.

સૌથી વધુ સંક્રમિત દેશોની સ્થિતિ

દેશકુલ કોરોના સંક્રમિતમૃત્યુઅત્યાર સુધીમા સાજા થયા
અમેરિકા3,01,38,5865,48,0132,22,86,551
બ્રાઝિલ1,15,25,4772,79,6021,01,11,954
ભારત1,14,09,5951,58,8921,10,25,631
રશિયા44,00,04592,49440,03,576
યૂકે42,63,5271,25,58035,26,715
ફ્રાન્સ40,78,13390,7622,73,771
ઈટલી32,38,3941,02,49926,05,538
સ્પેન31,95,06272,42428,57,714
તુર્કી28,94,89329,55227,16,969
જર્મની25,85,38574,11523,65,100

દુનિયામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 12 કરોડને પાર પહોંચી

સમગ્ર દુનિયામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 12 કરોડને પાર પહોંચી ગઈ છે. હાલમાં આ આંકડો 12.07 કરોડથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 3.36 લાખ નવા કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 6 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 9 કરોડ 73 લાખથી વધુ લોકો સાજા થયા છે. 26 લાખ 71 હજારથી વધુ લોકોના કોરોનાને કારણે મૃત્યુનો ભોગ બન્યા છે. જો કે દુનિયાભરમાં 2 કરોડ 6 લાખથી વધુ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો