GSTV
Gujarat Government Advertisement

કોરોનાની અસર/હવે શરીરના આ ભાગને પ્રભાવીત કરી શકે છે કોરોના સંક્રમણ, બહેરા થવાનો પણ ખતરો વધુ

કોરોના

Last Updated on March 29, 2021 by

કોરોના ચેપ દર્દીઓની સાંભળવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. હાલમાં જ એક અધ્યયન દરમિયાન નિષ્ણાતોને કેટલાક કોરોના ચેપગ્રસ્ત લોકોમાં સાંભળવાની ક્ષમતાને લગતી સમસ્યાઓ મળી છે. આ સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયું છે. યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર અને એનઆઈએચઆર માન્ચેસ્ટર બાયોમેડિકલ રિસર્ચ સેન્ટર (BRC)ના વૌજ્ઞાનિકોએ આ અભ્યાસ કર્યો છે. પ્રોફેસર કેવિન મુનરોએ અધ્યયન દરમિયાન 56 લોકોની ઓળખ કરી જેમને કોરોના સંક્રમણના કારણે સાંભળવાનીસમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અધ્યયનમાં સંભાળવાની સમસ્યાઓ વાળા લગભગ 7.6 ટકા, કાનમાં વાગવા અને અનાવશ્યક અવાજો સાંભળવા વાળા 14.8 ટકા જ્યારે માથામાં ચક્કર આવવા વાળા લગભગ 7.2 ટકા કેસ નોંધાયા હતા. યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના પ્રોફેસર અને વિદ્વાન કેવિન મુનરોએ એક અહેવાલમાં જણાવ્યું છે કે નિષ્ણાતોએ આ તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

દર્દીઓની સાંભળવાની ક્ષમતા પર અસર

આ પ્રકારના સામે આવી રહેલા કિસ્સાઓની તપાસ કરીને કોરોના દ્વારા થતી લાંબા ગાળાની સંભાળવાની સમસ્યાઓ પર ભાર મૂકવો પડશે. પ્રો. મુનરો કહે છે કે ઓરી અને મેનિન્જાઇટિસ જેવા વાયરસની અસરને લીધે સાંભળવાની સમસ્યાઓ અગાઉ જોવા મળી છે. હવે એ સમજવાની જરૂર છે કે કોરોના સાંભળવાની ક્ષમતાને કેવી અસર કરી શકે છે.

પ્રોફેસર મુનરોએ જણાવ્યું હતું કે તાજેતરના અધ્યયનો સાંભળવાની ક્ષમતાને અસર થવાની વાતને સમર્થન આપે છે. પરંતુ આના પર વધુ કામ કરવાની જરૂર છે. પ્રોફેસર મુનરોની આગેવાની હેઠળના તાજેતરના અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલમાંથી રજા આપતા 13% કોરોના દર્દીઓએ સાંભળવાની તકલીફની ફરિયાદ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો